• શનિવાર, 25 માર્ચ, 2023

`ભાભીજી ઘર પર હૈ'નાં આઠ વર્ષ અને 2000 એપિસોડની ઉજવણી  

એન્ડ ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ ભાભીજી ઘર પર હૈએ આઠ વર્ષ અને 2000 એપિસોડ પૂરા કર્યા છે. આજકાલ કેટલીય ટીવી સિરિયલોનું બાળમરણ થઈ રહ્યું છે. એવામાં ભાભીજી ઘર પર હૈની આ સિદ્ધિ પ્રશંસનીય છે. આ સિરિયલના પાત્ર વિભૂતિ નારાયણ મિશ્રા, અંગુરીભાભી, મનમોહન તિવારી અને અનિતાભાભી ઘરેઘરમાં જાણીતા બન્યાં છે. આ પાત્ર ભજવતાં કલાકારો અનુક્રમે આસીફ શેખ, શુભાંગી અત્રે, રોહિતાંશ ગોર અને વિદિતા શ્રીવાસ્તવનો આનંદ સમાતો નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારે માટે આ મોટી સિદ્ધિ અને આનંદનો અવસર છે. આઠ વર્ષમાં દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે અને હજુ પણ મળતો રહેશે એની ખાતરી છે. અમને આ પ્રકારનાં પાત્રો ભજવવાની તક આપનારા નિર્માતાના પણ અમે આભારી છીએ.