કેળાં, તરબૂચ, સક્કરટેટીની આવકમાં 25 ટકા વધારો થતાં ભાવમાં ઘટાડો
કલ્પેશ
શેઠ તરફથી
મુંબઈ, તા. 9 : અચાનક આવી પડેલો યુદ્ધનો ખોફ અને અચાનક શરૂ થયેલો ગરમીનો પ્રકોપ ફ્રૂટના ખેડૂતો અને નિકાસકારો માટે નવી સમસ્યા લઇને આવ્યો છે. દ્રાક્ષ, તરબૂચ, પપૈયાં, કેળાં અને સક્કરટેટી જેવાં ફળોની નિકાસ અટકી ગઇ છે. બાકી હોય તો ગરમીના કારણે ફળો ખરાબ થઇ જવાની ચિંતા ઊભી થતાં વાશી સ્થિત એપીએમસીના