ભાજપના અધ્યક્ષે સિદ્ધિવિનાયક, લાલબાગચા રાજાના દર્શન કર્યા
મુંબઈ, તા. 16 (પી.ટી.આઇ):
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના અન્ય રાજ્યોની સાથે મહારાષ્ટ્ર પણ દેશના
વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું હોવાનું ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ નીતિન નબીને
આજે જણાવ્યું હતું. મુંબઇની મુલાકાત વખતે તેમણે સિદ્ધિવિનાયક મંદિર તથા લાલબાગ ચા રાજાના
ગણપતિના દર્શન કર્યા હતા. ત્યારબાદ એક પંડાલમાં તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકરોને સંબોધન
પણ કર્યું હતું.