• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

`ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ'ની પાંચમી સિઝન આવી રહી છે

કપિલ શર્મા તેમની કૉમેડી ટીમ સાથે ધ ઘ ગ્રેટ કપિલ શૉની પાંચમી સિઝન લઈને 26મી સપ્ટેમ્બરે આવી રહ્યો છે. કપિલ શર્મા, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, અર્ચના પુરણસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ ફરી જોવા મળશે. આ શૉમાં સેલિબ્રિટિઝ સાથે વાતચીત, કૉમેડી સ્કેચ, અને હળવા અંદાજમાં મજાકમસ્તી ચાલુ રહેશે. પાંચમી સિઝનની જાહેરાત સાથે જે ગીત જોવા મળે છે તેના પણ વખાણ થઈ રહ્યાં છે. આ સિઝનમાં પણ સ્ટાર કલાકારો અને મહેમાનો જોવા મળશે. કપિલે કહ્યું હતું કે, દરેક સિઝનમાં અમને થાય કે ઘણી મસ્તી થઈ ગઈ પણ પછી એમ લાગે કે હજુ ઘણી બાકી છે. મને લાગે છે કે આ જ લાગણી અમને આગળ વધારે છે. આ વખતે અમે બધા તહેવાર દિલથી ઊજવીશું પછી તે દિવાળી હોય કે ક્રિસમસ કેમ કે અમે હસવાનો તહેવાર લઈને આવી રહ્યા છીએ.