વિજય સેતુપતિની ફિલ્મ મહારાજા હૉલીવૂડ જઈ રહી છે આ તામિલ ફિલ્મ માટે સિદ્ધિ ગણાય. 2023માં રજૂ થયેલી આ ક્રાઈમ થ્રિલરનું સત્તાવાર રિમેક હૉલીવૂડમાં બનશે. નિર્માતા સુધન સુંદરમે જણાવ્યું હતું કે, મહારાજાને ચીનમાં મળેલી સફળતા બાદ ફિલ્મની રિમેક માટે અધિકારો માગવામાં આવ્યા હતા. હૉલીવૂડ એજન્સી આ પ્રૉજેકટને આગળ વધારી રહી છે અને આવતા વર્ષે તેનું શૂટિંગ શરૂ થશે.
હૉલીવૂડની રિમેકમાં મુખ્ય
પાત્ર કોણ ભજવશે તેનો નિર્ણય નથી લેવાયો. આમ છતાં એવી અટકળો થાય છે કે મેથ્યુ મેકોનાધી
મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ભારતમાં મહારાજાએ થિયેટર અને ઓટીટી પર જબરદસ્ત સફળતા મેળવી
હતી. ચીનમાં પણ આ ફિલ્મને સારી એવી સફળતા મળી હતી. હવે આ ફિલ્મ હૉલીવૂડ પહોંચી. આ પહેલી
તામિલ ફિલ્મ છે જેની રિમેક હૉલીવૂડમાં બનશે. નિથિલન સ્વામીનાથન દિગ્દર્શિત મહારાજામાં
વાળંદની વાર્તા છે જે કચરા ટોપલી ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે આવે છે. શરૂઆતમાં
સાધારણ લાગતી આ સમસ્યા ભયાવહ વળાંક લે છે અને રહસ્યોના પડળો ઉકેલાતા જાય છે. આ ફિલ્મમાં
વિજય સેતુપતિ નાયક અને અનુરાગ કશ્યપ ખલનાયક છે. જ્યારે સંચના નામિદાસે વિજયની દીકરીની
ભૂમિકા ભજવી છે જેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.