• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

મેયર રિતુ તાવડેના ઘરે પર્યાવરણપૂરક ગણપતિ મહોત્સવ

પાલિકાની શાળાના વિદ્યાર્થીએ બનાવેલી માટીની મૂર્તિ પધરાવી 

મુંબઈ, તા. 16 : મુંબઈનાં મેયર રિતુ તાવડેના ઘરે ગણેશચતુર્થી નિમિત્તે પર્યાવરણપૂરક ગણેશમૂર્તિની પધરામણી કરવામાં આવી છે. મેયરના નિવાસસ્થાને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની શાડુ માટીની મૂર્તિની ભક્તિભાવ અને આનંદપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. આ સુંદર અને સુરેખ ગણેશમૂર્તિ અત્યંત કલાત્મકતાથી ઘડેલી જોવા મળે છે. મેયરના ઘરે દોઢ દિવસની ઉજવણીમાં પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ફૂલો અને અન્ય પર્યાવરણપૂરક સામગ્રીનો ઉપયોગ કરીને સજાવટ કરાઈ હતી.