પુણે, તા. 20 : મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) કે જે રાજ્યમાં કેટલાક મોટા પ્રોજેક્ટ્સનો અમલ કરી રહ્યું છે તે આ પ્રોજેક્ટ્સ માટે નાણાં ખર્ચના પુણે-મુંબઈ એક્સ્પ્રેસ વેની જોડાજોડ આવેલા જમીનના ટુકડાઓમાંથી કમાણી કરવાની યોજના ઘડી રહ્યું છે.
એમએસઆરડીસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈ-વે પર આવા 24 જમીનના પાર્સલને ઓળખી કાઢવામાં આવ્યા છે. સમૃદ્ધિ એક્સ્પ્રેસ વે, પુણે રીંગ રોડ, વિરાર-અલીબાગ મલ્ટીમોડેલ કૉરીડોર અને જાલના નાંદેડ એક્સ્પ્રેસ વે જેવા આવા કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને નાણાં પૂરાં પાડવા કુલ 450 હેક્ટર જમીનને લીઝ પર આપવામાં આવશે.
આ પ્રોજેક્ટ્સને નાણાં ભંડોળ પૂરું પાડવા આ જમીન 99 વર્ષની અવધિ માટે લીઝ પર આપવામાં આવશે. એમએસઆરડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાધેશ્યામ મોપાલવારે જણાવ્યું હતું કે, હાલ-ઈ વેની બાજુની પુણે અને રાયગઢ જિલ્લાની જમીનને લીઝ પર આપવાની યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે.
એમએસઆરડીસીની માલિકીની આ જમીનના ટુકડાઓ હાલ ખાલી પડયા છે એટલે અમે અમારા મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે નાણાં ખર્ચવા આ જમીનને લીઝ પર આપવાનો નિર્ણય કર્યો છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
એમએસઆરડીસી પુણેમાં 189 હેક્ટર જમીન ધરાવે છે ત્યારે રાયગઢમાં 262 હેક્ટર જમીન છે જે લીઝ પર આપવામાં આવશે. આમાંથી મળનારા નાણાંનો ઉપયોગ પ્રોજેક્ટ્સના શેર કરો -