અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : આગામી સમયમાં તુવેરના ભાવ ઊંચા લેવલે જળવાઈ રહેવાની અપેક્ષા છે. અનાજ-કઠોળના વેપારીઓના જણાવ્યા મુજબ ઓછો સ્ટોક, ખરીફ મોસમમાં ઘટેલું વાવેતર તેમ જ ઓછી આયાતને પગલે હજી આગામી કેટલાક મહિનાઓ સુધી તુવેરના ભાવ ઊંચા જ રહેવાની ગણતરી છે.
કન્ઝયુમર અફેર્સ મંત્રાલયના રિપોર્ટ મુજબ વર્ષના પ્રારંભની સરખામણીએ અત્યાર સુધીમાં તુવેરના ભાવ કિલોદીઠ 45 ટકા વધીને રૂા. 160ના લેવલે પહોંચ્યા છે, જ્યારે રિટેલ ભાવ કિલોદીઠ રૂા. 170નું લેવલ ક્રોસ કરી ગયા છે.
મહારાષ્ટ્રમાં લાતુર ખાતે તુવેરના ભાવ અત્યારે ક્વિન્ટલ દીઠ રૂા. 11,500 જેટલા ચાલી રહ્યા છે, જે વર્ષ 2016 પછી સૌથી ઊંચા લેવલે છે. વર્ષ 2023-24ની મોસમ માટે તુવરેના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 7000ના છે.
વેપારીઓની માહિતી મુજબ વેપારીઓ અને નાફેડ પાસે અત્યારે તુવેરનો જે સ્ટોક છે એ ઓછો છે. આફ્રિકાથી આયાતી તુવેરનો જથ્થો હજી આગામી મહિને બજારમાં આવશે.
માગમાં વધારો થવાથી આગામી મહિને તુવેરના ભાવમાં હજી વધુ વધારો થવાની અપેક્ષા છે. આ વર્ષે વરસાદ ઓછો થયો છે તેમ જ તુવેરના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે એને પગલે તુવેરનો પાક ઓછો થવાની ગણતરી છે. ડિસેમ્બર સુધી દર મહિને એક લાખ ટન તુવેરદાળની સપ્લાયની ગણતરી શેર કરો -