• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ગણેશોત્સવના પાંચમા દિવસે 8198 મૂર્તિઓનું વિસર્જન થયું 

મુંબઈ, તા. 24 : ગણેશોત્સવના પાંચમા દિવસે શનિવારે મુંબઇના દરિયાકિનારાઓ અને કૃત્રિમ તળાવોમાં 8198 મૂર્તિઓનું વિસર્જન કરાયું હોવાની જાણકારી પાલિકાએ આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, 61 સાર્વજનિક ગણેશ, 7398 ઘરેલુ મૂર્તિઓ અને ગૌરીની 739 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. મહાનગરનાં જુદાં જુદાં કૃત્રિમ તળાવોમાં 3448 મૂર્તિઓના વિસર્જન થયા હતા. 

કૃત્રિમ તળાવોને બહોળો પ્રતિસાદ : પાલિકા 

ગણેશ વિસર્જન હેઠળ બનાવાયેલાં કૃત્રિમ તળાવોને ભક્તો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બોરીવલી પૂર્વમાં પાંચ કૃત્રિમ તળાવો બનાવાયાં છે, જેમાં દોઢ દિવસની 1500 મૂર્તિઓ અને પાંચ દિવસની 1400 મૂર્તિઓ એમ કુલ 2900 મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.