• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

નાગપુરમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ  

નાગપુર, તા. 24 : મહારાષ્ટ્રના નાગપુરમાં શનિવારે રાતે માત્ર ચાર કલાકમાં ચાર ઇંચ એટલે કે 100 મિમી વરસાદની નોંધ થઇ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હવામાન ખાતાએ અહીં અૉરેન્જ ઍલર્ટ જારી કર્યું છે. 

પોલીસ અનુસાર નાગપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઇ હતી. 53 વર્ષની મહિલા સહિત ચાર જણનાં મૃત્યુ નોંધાયાં છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મોડી સાંજે મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાનાં વળતરની જાહેરાત કરી છે. અત્યારસુધીમાં અહીંથી 70 વિદ્યાર્થીઓ સહિત 500 જણને બચાવી લેવાયા હોવાનું એનડીઆરએફની ટીમે જણાવ્યું હતું. રાહત બચાવ માટે લશ્કર દળની બે યુનિટ બચાવકાર્યમાં લાગી છે. ઉગારી લેવાયેલા લોકોને અસ્થાયી શિબિરોમાં મુકાયા છે.