• શનિવાર, 02 માર્ચ, 2024

જીવાશ્મનો ઉપયોગ બંધ કરો  

દુબઈમાં બેઠકપૂર્વે યુનો વડાની હાકલ 

ભારત : કોલસો અમારી ઊર્જાનો મુખ્ય સ્રોત

દુબઈ, તા. 30 : અહિં 12મી ડિસેમ્બર સુધી ચાલનારી સીઓપી બેઠકના પ્રારંભે સંયુક્ત રાષ્ટ્રના વડા એંયેનિયો ગુપ્રેસે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે કોલસા અને અન્ય જીવાશ્મ ઈંધણોનો ઉપયોગ ધીમે ધીમે સંપુર્ણ બંધ કરવો પડશે. આવાં ઈંધણોના ઉપયોગથી કાર્બન ઉત્સર્જન ઘણું વધારે થાય છે એજ કારણ છે કે, વૈશ્વિક તાપમાન લગાતાર વધી રહ્યું છે. આ ટિપ્પણીની પ્રતિક્રિયામાં ભારતે કહ્યું હતું કે, કોલસો ભારતની ઉર્જાનો મુખ્ય ત્રોત છે અને આવનારાં વરસોમાં પણ રહેશે. ભારતીય વિદેશ મંત્રાલયનાં સમિક્ષ વિનય કવાત્રાએ કહ્યું હતું કે, ભલેને ભારતે બિનજિવાશ્મ ઈંધણની ક્ષમતા 44 ટકા સુધી વધારી લીધી છે, પરંતુ હજુ પણ લગભગ 73 ટકા વીજળી કોલસામાંથી બને છે.

કવાત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ રવાના થવાથી પહેંલા પત્રકાર પરિષદને સંબોધતાં આવું વલણ વ્યક્ત કર્યું હતું. દર વરસે દુનિયાભરમાં ચાર હજાર કરોડ ટન વાયુપ્રદુષણ તેમજ વૈશ્વિક તાપમાન વધે છે. વૈશ્વિક સ્તર પર વીજળી બનાવવા માટે કોલસા, ક્રુડ તેલ, પ્રાકૃતિક ગેસનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આમજ કાર્બન ઉત્સર્જન વધતું રહ્યો તો 2050 સુધી ધરતીનું તાપમાન બે ટકા વધી જશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ