• શનિવાર, 02 માર્ચ, 2024

અદાણી પોર્ટ ફાયરની ટીમે મુન્દ્રામાં 11 જિંદગીઓને આગમાંથી બચાવી!   

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ તા. 30 : અદાણી પોર્ટની ટીમે ફરી એકવાર સંકટ સમયની સાંકળ બની પ્રસંશનીય કામગીરી બજાવી છે. મુન્દ્રાના ઝીરો પૉઈન્ટ નજીક લાગેલી આગ પર નિયંત્રણ મેળવી 11 જિંદગીઓને બચાવી છે. અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના અગ્નિશામક વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 9 લોકોના જીવ બચાવ્યા હતા. 

તાજેતરમાં મુન્દ્રા ઝીરો પૉઇન્ટ નજીક મોડી રાત્રે શોર્ટસર્કિટથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. વળી, આગ અને ધુમાડાના કારણે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોના જીવ જોખમમાં આવી ગયા હતા.  

આશિષ આર્કેડ બિલ્ડિંગ્સની આસપાસના લોકો માથે પણ આગ વિસ્તરવાનું સંકટ મંડરાઈ રહ્યું હતું. તેવામાં અદાણી ફાયર સેફ્ટીની ટીમને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તંત્રની મદદથી ફાયર સેફ્ટીની ટીમે કાબીલેદાદ કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની મુશ્કેલ પરિસ્થિતિમાં જો અગ્નિશામક વિભાગે જરાય મોડું કર્યું હોત તો 11 લોકોના જીવ સામે મોટું જોખમ ઊભું થવાની શક્યતાઓ હતી.

Budget 2024 LIVE
હેડલાઇન્સ