• શનિવાર, 02 માર્ચ, 2024

મુંબઈમાં મહારાજ હોળકરનું ભવ્ય સ્મારક બાંધવાની જવાબદારી લોઢાએ સ્વીકારી

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 4 : મહાન રાજા યશવંતરાવ હોળકરનું મુંબઈમાં ભવ્ય સ્મારક મહારાષ્ટ્ર સરકાર વતીથી બાંધવાની જવાબદારી હું લઉં છું, એમ રાજ્યના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું છે. પુણ્યશ્લોક ફાઉન્ડેશન દ્વારા દક્ષિણ મુંબઈમાં અૉગસ્ટક્રાંતિ મેદાન ખાતે મહારાજા યશવંતરાવ હોળકરની 248મી જન્મજયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં લોઢાએ આજે જણાવ્યું હતું કે, ધનગરો એ એક પ્રમાણિક જાતિ છે. તેઓની માગણીઓ વિશે મહારાષ્ટ્ર સરકાર સકારાત્મકતાથી વિચારણા ચલાવી રહી છે. સંકલન સમિતિ આવતા 30 દિવસમાં આ સ્મારક માટે જગ્યા સૂચવશે. આ કાર્યક્રમમાં મહિલાઓએ સહભાગી થવા દેખાડેલો ઉત્સાહ પ્રશંસનીય છે, એમ લોઢાએ ઉમેર્યું હતું.

Budget 2024 LIVE
હેડલાઇન્સ