• શનિવાર, 02 માર્ચ, 2024

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

મુંબઈ, તા. 4 : બંગાળની ખાડીમાં શનિવારે ચક્રવાત મિચોંગ ચક્રવાત રચાયું હતું. ચક્રવાતને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પુંડુચેરીમાં એનડીઆરએફની 24 ટીમોને તૈનાત કરાઈ છે. આગામી 24 કલાકમાં હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. હવે ફરી એકવાર 24 કલાક દરમિયાન વરસાદની આગાહી થઈ છે. હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યકત કરી છે. વાશિમ, બુલઢાણા, અમરાવતી, અકોલામાં તોફાન સાથે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. 

Budget 2024 LIVE
હેડલાઇન્સ