• શનિવાર, 02 માર્ચ, 2024

125 વર્ષ જૂની ઈમારતોનું વર્ષગાંઠ પહેલાં જીર્ણોદ્ધાર કરાશે

મુંબઈ, તા. 4 : આ 125 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે તે સમયના બૉમ્બે, બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા (બીબી ઍન્ડ સીઆઈ)ના મુખ્ય મથકની ઈમારત બનાવવામાં આવી હતી જે શહેરમાં સિમાચિહનરૂપ બની હતી. ગૌથિક શૈલીની ઈમારત, જે બ્રિટિશ યુગની અન્ય રચનાઓ સાથે દક્ષિણ મુંબઈમાં તેનું આકર્ષણ પેદા કરે છે. જાન્યુઆરી, 2024માં તેની વર્ષગાંઠ પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવશે. 

આ પ્રસંગને ચિન્હિત કરવા માટે, પશ્ચિમ રેલવે કે જેનું મુખ્ય મથક આ બિલ્ડિંગમાં છે તેણે આવતા મહિનાથી પ્રસંગને અનુરૂપ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પશ્ચિમ રેલવેએ આ કામ માટે આશરે રૂપિયા 7 કરોડ ખર્ચ કરવાનું નક્કી કર્યું છે, જેમાં સમગ્ર ઈમારત અને ગુંજબની પેઈન્ટિંગનો પણ સમાવેશ 

થાય છે. ભોંયતળિયે સ્થિત હેરિટેજ ગૅલરીને અપગ્રેડ કરવામાં આવશે. ઓડિયો વિઝ્યુઅલ (એવી)ને સમર્પિત વિભાગ સાથે ત્રીજા માળે નવી હેરિટેજ ગૅલરીનો ઉમેરો કરવામાં આવશે. જીર્ણોદ્ધારના આ કાર્યમાં બારી-બારણાંની પુન:સ્થાપના, રાફટર્સ બદલવા, તમામ લાકડાંના કામને પૉલિશ કરવા વગેરેનો સમાવેશ થાય છે.

હેરિટેજ બિલ્ડિંગની ડિઝાઈન સુપ્રસિદ્ધ આર્કિટેક્ટ ફેડરિક વિલિયમ્સ સ્ટીવન દ્વારા કરવામાં આવી છે, જેમનું આઈકોનિક વિકટોરિયા ટર્મિનસ બિલ્ડિંગની ડિઝાઈન પાછળ પણ યોગદાન હતું. જેનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) બિલ્ડિંગ રાખવામાં આવ્યું હતું જે મધ્ય રેલવેનું મુખ્ય મથક ધરાવે છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ