રાહુલ ગાંધીએ મહિલા અનામત ખરડાને સમર્થન જાહેર કર્યું છે, પણ ઓબીસી અનામત વિના ખરડો અપૂર્ણ હોવાની ટીકા કરી છે. `આપણી સરકારી સંસ્થાઓમાં પછાત વર્ગો - `ઓબીસી'ની ભાગીદારી મોટો સવાલ છે. લોકસભા, વિધાનસભા અને શાસન વ્યવસ્થાપનમાં 90 સચિવો જે દેશ ચલાવે છે. તેમાં ફક્ત ત્રણ જ ઓબીસી વર્ગના છે.'
રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગોની થતી અવગણના અને અન્યાયની વાત કર્યા પછી ગૃહપ્રધાન અમિત શાહે રાહુલને ટોણો મારતાં કહ્યું છે કે તેમની સમજ છે કે દેશ સચિવ ચલાવે છે, પરંતુ મારી સમજ છે કે દેશ સરકાર અને સંસદ ચલાવે છે. ભાજપની સરકારમાં 29 ટકા એટલે 85 સાંસદ, 29 પ્રધાનો, 365 વિધાનસભ્યો ઓબીસીના છે. ગૃહપ્રધાને જવાબ અને આંકડા બધી માહિતી આપી, પણ રાહુલ ગાંધી જવાબ સાંભળવા ગૃહમાં રોકાયા નહીં. હંમેશ મુજબ ભાષણ કરીને ચાલતી પકડી!
ભાજપ મહિલા અનામતનું શ્રેય લઈને આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં 50 ટકા મહિલાઓના વોટ હાંસલ કરવા માગે છે. ભાજપને રોકવા માટે કૉંગ્રેસ અને અન્ય વિપક્ષો જાતિગત જનગણનાની માગ ઉઠાવીને ઓબીસી વોટર પર નિશાન સાધી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, લોકસભાના 543 સાંસદ છે, પરંતુ મહિલા અનામત ખરડા પર મતદાન થયું ત્યારે 456 સાંસદો જ હાજર હતા.
નારીશક્તિ વંદન અધિનિયમમાં એસસી-એસટી શેર કરો -