• શનિવાર, 25 માર્ચ, 2023

ઈમરાન ખાનને રાહત  

હાઇ કોર્ટે અરેસ્ટ વૉરન્ટ રદ કર્યું 

ઈસ્લમાબાદ, તા. 17 : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત આપતા ઈસ્લામાબાદ હાઇકોર્ટે શુક્રવારે તેની સામે જારી બિનજામીનપાત્ર વોરન્ટને 18 માર્ચ સુધી સસપેન્ડ કર્યું છે. હવે ઈમરાન ખાન નીચલી અદાલતમાં રજૂ થઈ શકશે. નીચલી અદાલતમાં પૂર્વ વડાપ્રધાન સામે તોશખાના મામલાની સુનાવણી ચાલી રહી છે. ઈસ્લામાબાદ હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ આમિર ફારુકે આદેશ પસાર કરતા સત્ર અદાલત અને પોલીસને ઈમરાન ખાનને પૂરી સુરક્ષા આપવાનો પણ નિર્દેશ કર્યો છે.