સંસદમાં મહિલા અનામત અને પરિસીમન ખરડાની અટકળો
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 27 : કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદના વિશેષ અધિવેશનની જાહેરાત કરવા સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ગુલાબી ઠંડી વચ્ચે મહિલા અનામત અને લોકસભાની બેઠકોના પરિસીમન વિધેયક સંબંધી ગરમાટો અને રાજકીય હલચલ તેજ થઈ હતી. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં પ્રસ્તાવિત મહિલા અનામત અને પરિસીમન વિધેયકને મંજૂરી મળી ગયાંનું સૂત્રોએ......