અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 27 : વૈશ્વિક બજારમાં સોનું એક વર્ષથી વધુ સમયના નીચલા સ્તરે પહોંચ્યા બાદ શુક્રવારે લગભગ 3 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકી ડોલરની તેજી પર બ્રેક લાગતા અને વૈશ્વિક શેરબજારમાં સ્થિરતા આવતા કિંમતી ધાતુઓને ટેકો મળ્યો છે. ન્યૂયોર્કમાં શુધ્ધ સોનાનો ભાવ ઔંસદીઠ 2.96 ટકા વધીને 3,671 ડોલર પ્રતિ ઔંસ હતો. જે બુધવારે ઓગસ્ટ 2025 પછીના સૌથી નીચલા.....