• શનિવાર, 02 માર્ચ, 2024

આજથી પુરુષ જુનિયર હોકી વિશ્વ કપ ભારતની પહેલી ટક્કર કોરિયા સામે 

કુઆલાલમ્પુર તા.4 : બે વખતની ચેમ્પિયન ટીમ ભારત મંગળવારથી અહીં શરૂ થઇ રહેલ એફઆઇએચ પુરુષ જૂનિયર વર્લ્ડ કપ હોકી ટૂર્નામેન્ટમાં ફરીથી પોડિયમ પર જગ્યા બનાવવાના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય યુવા હોકી ટીમની મંગળવારે પહેલી ટકકર એશિયન હરીફ દ. કોરિયા સામે થશે. ભારતીય ટીમ 2001માં હોબાર્ટ ખાતે અને 2016માં લખનઉ ખાતે જૂ. વિશ્વ કપમાં ચેમ્પિયન બની હતી.  જયારે 1997માં ઉપવિજેતા રહી હતી. છેલ્લે બે વર્ષ અગાઉ ચોથા સ્થાન પર રહીને સંતોષ કરવો પડયો હતો.

આ વખતે જૂ. હોકી વર્લ્ડ કપમાં ભારતને પ્રમાણમાં આસાન પૂલ મળ્યું છે.પૂલ સીમાં તેની સાથે કોરિયા, કેનેડા અને સ્પેન છે. આવતીકાલે કોરિયા સામે બાદ ગુરૂવારે કેનેડા વિરૂધ્ધ અને શનિવારે સ્પેન સામે ટકકર થશે. 

પૂલ એમાં ગત ચેમ્પિયન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ચિલી અને મેલેશિયા છે. પૂલ બીમાં ઇજીપ્ત, ફ્રાંસ, જર્મની અને દ. આફ્રિકા છે. પૂલ ડીમાં બેલ્જિયમ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન છે. પ્રત્યેક પૂલની બે-બે ટીમ કવાર્ટર ફાઇનલ માટે કવોલીફાય થશે. કવાર્ટર, સેમિ અને ફાઇનલ મેચ ક્રમશ: 12, 14 અને 16 ડિસેમ્બરે રમાશે. 

ફોરવર્ડ ખેલાડી ઉત્તમ સિંઘની આગેવાનીમાં ભારતીય યુવા ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. કપ્તાન ઉત્તમ સિંઘે કહ્યંy છે કે અમે ફરી વિશ્વ વિજેતા બનવા તૈયાર છીએ.

Budget 2024 LIVE
હેડલાઇન્સ