નોએલ તાતાના વિરોધ સામે આરબીઆઈના નિયમો પાળવાના મુદ્દાને મહત્ત્વ આપ્યું
મુંબઈ, તા. 18 : તાતા સન્સના પબ્લિક લિસ્ટિંગના વિવાદ વચ્ચે શાપૂરજી પલોનજી જૂથે શૅરબજારમાં કંપનીના પ્રવેશને માત્ર નાણાકીય કે નિયમનકારી પગલું ગણવાને બદલે એક પવિત્ર ફરજ ગણાવીને પોતાનું સ્પષ્ટ વલણ જાહેર કર્યું છે. તાતા સન્સમાં આશરે 18.4 ટકા હિસ્સો ધરાવતા બીજા સૌથી મોટા શૅરધારક એસપી જૂથે આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવા માટે શૅર લિસ્ટિંગને અનિવાર્ય રસ્તો ગણાવ્યો છે. સામે પક્ષે, તાતા સન્સમાં 66 ટકા નિયંત્રણ