અજબ કારભારથી દહિસરનાં સમાજસેવિકા બે કલાક હેરાન થયાં બાદ પરત ગયાં
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 18 : સાડી
ભારતીય મહિલાઓનો પારંપરિક પહેરવેશ છે ત્યારે બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં
સાડી પહેરેલી મહિલાઓને પ્રવેશ ન આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત બુધવારે ઋષિપંચમીએ
દહીસરની 11 મહિલા નેશનલ પાર્કની અંદર આવેલી નદીમાં પૂજન કરવા માટે પહોંચી હતી ત્યારે
તેમને રોકી દેવાઈ હતી. મહિલાઓએ ટિકિટ લઈને પ્રવેશ કરવાનું જણાવ્યા બાદ પણ તેમને ટિકિટ
નહોતી અપાઈ. બે કલાક સુધી વિનંતી કરવા છતાં પ્રવેશ ન અપાતા મહિલાઓએ પાછા ફરવું પડયું
હતું.