આજે ઉદ્ઘાટન સમારોહમાં મનુ અને તૂર ભારતના ધ્વજવાહક : ભારત 36 રમતમાં ભાગ લેશે
નવી દિલ્હી, તા. 18 : જાપાનના આઇચી-નાગોચામાં આવતીકાલથી એશિયન ગેમ્સ-2026નો વિધિવત આરંભ થશે. ભારતીય દળ 2023ના હવાંગ્ઝુ રમતોના વિક્રમી પ્રદર્શનથી પણ બહેતર દેખાવના ઉતરશે. 45થી વધુ દેશના 11000થી વધુ ખેલાડીઓ આ `એશિયાડ'માં ભાગ લેશે. ભારતે આ વખતે 269 પુરુષ અને 234 મહિલા સાથેનું મોટું દળ મોકલ્યું છે. ક્રિકેટ, કબડ્ડી, કુસ્તી જેવી રમતોમાં...