રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ચાહકોને કપલ ગૉલ્સ આપવા માટે જાણીતાં છે. સામાન્ય રીતે અગત જીવનને સોશિયલ મીડિયાથી દૂર રાખતા આ દંપતી તાજેતરમાં સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તેમનો સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પહેલાં દીપિકા દેખાય છે જે ઝડપથી ચાલતી હોય છે. ત્યાં પાછળથી રણવીર આવીને તેનો હાથ પકડી લે છે અને પછી બન્ને સાથે ચાલે છે. બન્નેએ રાણી કલરનું ટ્વિનીંગ કર્યું હતું. દીપિકાએ પારંપારિક ડ્રેસ પહેર્યો હતો અને વાળનો અંબોડો વાળીને ગજરો