• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો લહેંગો અને સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે દુલ્હનિયાં બનશે પરિણિતી ચોપરા  

બૉલીવૂડ અભિનેત્રી પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પરિવાર સાથે ઉદયપુર પહોંચી ગયા છે. પ્રિયંકા ચોપરા પણ નાની બહેનના લગ્નમાં હાજરી આપવા દીકરી સાથે અમેરિકાથી આવી રહી છે. ઉદયપુરના એરપોર્ટ પર પરિણિતી અને રાઘવનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માત્ર નીકટના સંબંધીઓ અને મિત્રોને લગ્નમાં  આમંત્રણ આપવામાં આવ્યું છે. બાકીના બધાને રિસેપ્શનમાં આમંત્રિત કરાયા છે. 

પરિણિતી લગ્નમાં ફૅશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો લહેંગો પહેરશે. વાસ્તવમાં પરિણિતી અને મનીષ જૂના મિત્રો છે. આથી મનીષ પરિણિતીની પસંદ-નાપંસદથી સારી રીતે વાકેફ છે. મનીષે સોલિડ પેસ્ટલ રંગનો લહેંગો તૈયાર કર્યો છે અને તેની સાથે સ્ટેટમેન્ટ જવેલરી તેના લૂકમાં વધારો કરશે. ઉદયપુર પેલેસના સફેદ રંગના ફૂલોથી સજાવવામાં આવ્યો છે અને દિલ્હીથી મહેંદી અને મેકઅપ આર્ટિસ્ટ પહોચ્યા છે.