સફાળી જાગેલી પાલિકાએ રોકેટ; હવાઈ ફટાકડા પર મૂક્યો પ્રતિબંધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : દિવાળીના બે દિવસમાં ફટાકડાને લીધે મુંબઈમાં 140થી વધુ રેકૉર્ડ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થવા ઉપરાંત અનેક લોકો દાઝ્યા હતા. આગની આટલી બધી ઘટના નોંધાતા સફાળી જાગેલી મુંબઈ અને થાણે પાલિકાએ 25 નવેમ્બર સુધી રોકેટ અને હવાઈ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિયમનું પાલિકા પાલન કરાવી શકતી અને હવે.....