ઉત્પાદનમાં પણ દબદબો, રોજગારી-મૂલ્યવર્ધન ક્ષેત્રે મુખ્ય પડકાર
હૃષીકેશ વ્યાસ તરફથી
અમદાવાદ, તા. 9 : ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ઔદ્યોગિક સર્વેક્ષણ (ASI)ના તાજેતરના આંકડાથી ગુજરાતના ઔદ્યોગિક માળખા અંગેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ અહેવાલ મુજબ, દેશની કુલ અચલ-સ્થિર ઔદ્યોગિક મૂડીમાં ગુજરાત 19.87 ટકાના ફાળા સાથે દેશભરમાં પ્રથમ સ્થાને છે. આ સિવાય દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ગુજરાત 16.93 ટકા....