• શનિવાર, 19 જુલાઈ, 2025

મુંબઈનો વાહનવ્યવહાર : લોકોને રાહત ક્યારે મળશે?

મહાનગર મુંબઈના વિકાસ અને સમૃદ્ધિની કોઈ સીમા નથી. સામાન્ય નાગરિકોની અસુવિધાની પણ સીમા નથી. મુંબઈના વિસ્તારથી રહેઠાણની સમસ્યા હળવી થઈ છે પણ કામધંધે આવતા લોકોની દુર્દશા ઘટાડવાના તમામ પ્રયાસ ઓછા પડી રહ્યા છે. લોકલ ટ્રેનોમાં ચડવા માટે ધસારો અને ગિરદીના કારણે દરવાજા ઉપર લટકીને પ્રવાસ કરતા લોકો જાન ગુમાવતા હોય છે. શહેરમાં ‘બેસ્ટ’ના બસ-સ્ટોપ ઉપર લાઇનબદ્ધ ઊભા રહેતા લોકોની શિસ્ત હવે ભૂતકાળ બની ગઈ છે. કાળી-પીળી ટૅક્સીઓ રાહતને બદલે પડકાર છે. ટૅક્સી ડ્રાઇવરની મુનસફી ઉપર આશા અને આધાર હોય છે.

મુંબઈમાં માર્ગોના ખાડા અને સમારકામ કાયમી હોય છે. ખાનગી ટૅક્સીઓ આવી અને હડતાળ પાડવાનું પણ શીખી ગઈ. વાહનવ્યવહારના અભાવે લોકો પોતાનાં વાહનો તરફ વળ્યા છે તેથી ટ્રાફિકજામ અને અકસ્માત વધી રહ્યા છે. મુંબઈની ટ્રાફિક પોલીસ ક્યાંય દેખાય છે? ટ્રાફિક છે, પોલીસ નહીં.

આવી સ્થિતિમાં ગયા મહિને મુંબ્રા ખાતે પાંચ પ્રવાસી દોડતી ટ્રેનોમાંથી પડÎા અને જાન ગુમાવ્યા ત્યારે લોકોની હાડમારીએ સરકારની આંખ ઉઘાડી છે! વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવાયો અને ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઇકે માહિતી આપી કે લોકલ ટ્રેનોમાં અૉટોમેટિક દરવાજાની વ્યવસ્થા થઈ રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં 7565 ઉતારુઓએ જાન ગુમાવ્યા છે અને 7293 ઇજા પામ્યા છે. વર્ષ 2024માં થાણા-કલ્યાણ વચ્ચે 741 ઉતારુઓના જાન ગયા છે.

મહારાષ્ટ્ર ઇન્સ્ટિટÎૂટ ફૉર ટ્રાન્સર્ફોમેશન (િમત્રા), જે નીતિ આયોગની જેમ રાજ્ય સરકારની સલાહકાર સંસ્થા છે, તે મુંબઈના જાહેર પરિવહનના સંબંધમાં એક શ્વેતપત્ર બહાર પાડવાની છે. આ અહેવાલમાં બેસ્ટની આર્થિક સ્થિતિ તથા શહેરમાં કામગીરી સુધારવા માટેની ભલામણો હશે, સાથે જ પ્રીમિયમ એગ્રીગેટર બસો જેમ કે સિટીફલૉ અને આંતર-રાજ્ય બસીસની સેવામાં સુધારણા માટેનાં સૂચનો પણ તેમાં હશે. હાલમાં જ એક બેઠક યોજાઈ હતી, જેમાં મિત્રાના સીઈઓ પ્રવીણ પરદેશી. બેસ્ટના જનરલ મૅનેજર એસવીઆર શ્રીનિવાસ તથા વર્લ્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટÎૂશનના ભારત ખાતેના પ્રતિનિધિ તથા પરિવહન બાબતના નિષ્ણાતો અને વિશ્લેષકો હાજર હતા. આ બેઠકમાં એક મુદ્દો ચર્ચાયો હતો, જે રસપ્રદ છે. બેસ્ટ ખાનગી શાળાઓની તથા કૉર્પોરેટ બસીસનો ઉપયોગ કરી શકે, એ શક્યતા પર ચર્ચા થઈ હતી. શાળા પછીના સમયે આ બસો પાર્ક થયેલી પડી હોય છે, તેના ઉપયોગથી બેસ્ટ પોતાની સેવાઓ વધારે તો પ્રવાસીઓને લાભ થઈ શકે છે. વળી, ખાનગી અૉપરેટર્સને આનાથી વધારાની આવક પણ થશે.

આ સાથે જ બેસ્ટના ડેપોમાંની ફાજલ જગ્યાનો ઉપયોગ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે કરવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ હતી. વળી, પ્રીમિયર એગ્રીગેટર બસીસને બેસ્ટના ડેપોમાં પાર્કિંગ માટે અલાયદી જગ્યા ફાળવવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ટૂંકમાં, બેસ્ટને નુકસાનમાંથી ઉગારવા તથા મુંબઈગરાની હાલાકી ઓછી કરવાના પ્રયાસો છે.

મુંબઈની વસ્તી વધી રહી છે તેથી મેટ્રો રેલ શરૂ થઈ પણ કાંઈ ફરક પડÎો નથી. હવે રાજ્ય સરકાર ખાનગી ક્ષેત્રની કંપનીઓ, માલિકો સાથે ચર્ચાવિચારણા કરીને કાર્યાલયોના સમય બદલવા માગે છે, પણ આ સૂચન નવું નથી. દાયકાઓથી સંભળાય છે કે કામના કલાકો બદલાશે - સ્ટેગરિંગ - કરવાથી વાહનવ્યવહાર ઉપર દબાણ વહેંચાઈ જશે. હવે રાજ્ય સરકાર નવેસરથી આ પ્રયાસ કરે છે. સરકારી કાર્યાલયોમાં તો સવારે એક કલાક મોડા આવીને સાંજે એક કલાક વધુ બેસવાની જોગવાઈ છે પણ મુંબઈના અલગ અલગ વિભાગ - વિસ્તારો માટે અલગ સમય નક્કી થવા જોઈએ.

આ દરમિયાન રાજ્ય સરકાર મુંબઈમાં વાહનવ્યવહાર અંગે શ્વેતપત્ર બહાર પાડનાર છે. વૉટર ટૅક્સી, બાઇક ટૅક્સી વગેરે બાબત હવે ત્વરિત નિર્ણય લેવાય અને લોકોને શ્વાસ લેવા જેટલી રાહત મળે એવી આશા રાખીએ.

ઇ-પેપરના નવા શુલ્ક