ભાજપ દેવેન્દ્ર કરતાં વધુ અણગમો - ગુસ્સો શિંદે સામે છે કારણ કે શિવસેનામાં ભંગાણ કર્યા પછી માન્યતા અને સત્તા શિંદેએ મેળવી છે મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલ-પાથલ થયા પછી હજુ મતભેદ ભુલાયા નથી. વિશેષ કરીને શિવસેનામાં ભંગાણ પડÎા પછી ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે સામે જોવા પણ તૈયાર નથી. વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબાદાસ દાનવે વિધાન પરિષદમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તમામ સભ્યો સાથે યાદગાર ફોટો લેવા માટે સૌ ભેગા થયા હતા. આગલી હરોળમાં શિંદે નજીકની ખુરસી ખાલી હોવા છતાં ઉદ્ધવ ઠાકરે એક જગા છોડીને બેઠા. એમણે દેવેન્દ્ર ફડણવીસના આવકાર - નમસ્કારનો જવાબ આપ્યો પણ એકનાથ શિંદે પ્રતિ આવો શિષ્ટાચાર બતાવ્યો નહીં. અલબત્ત, આ બાબત આશ્ચર્ય નથી. ભાજપ દેવેન્દ્ર કરતાં વધુ અણગમો - ગુસ્સો શિંદે સામે છે કારણ કે શિવસેનામાં ભંગાણ કર્યા પછી માન્યતા અને સત્તા શિંદેએ મેળવી છે.
રાજકીય નિરીક્ષકો પણ જાણે છે કે ઠાકરે
બંધુઓની એકતાના નિશાન ઉપર એકનાથ શિંદે છે. આ પશ્ચાદભૂમિકામાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવને
જે કહ્યું કે ઉદ્ધવજી અમારી બાજુ આવી જાવ. આમ પણ અમારા સંબંધ ‘િશવસેના’ સાથે છે જ
- તેની ચર્ચા થઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસે માત્ર મજાક કરી? હળવાશથી ટોણો માર્યો? કે
પછી ભાવિનો અણસાર આપીને આમંત્રણ આપ્યું છે?
આ પ્રશ્નોના જવાબ સમય આપશે!