ખાલી હાથે પાછા ફર્યા
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત
અને પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે થનારી ‘સમજૂતી’ ઉપર દુનિયાની
નજર હતી. કારણ કે ટ્રમ્પને આશા હતી કે ચીન આખરે ઈરાનને સમજાવશે અને હોર્મુઝ ખાડી ખોલવા
માટે અમેરિકાને સહકાર આપશે પણ ચીનની વલણથી ટ્રમ્પ જરૂર નિરાશ થયા હશે. ચીનનો આગ્રહ
છે કે યુદ્ધવિરામ સંપૂર્ણ અને કાયમી હોવો જોઈએ. ઈરાને શરૂઆતથી જ શરત મૂકી છે કે યુદ્ધવિરામ
વિશ્વાસપાત્ર હોવો જોઈએ અને તેનો ભંગ થાય નહીં તે માટે રશિયા અને ચીન જેવા મિત્ર દેશોની
ગૅરંટી હોવી જોઈએ. આ શરત સ્વીકારવા ટ્રમ્પ તૈયાર નથી એટલે જ ઈરાનને એમના ઉપર ભરોસો
નથી!
ટ્રમ્પ ચીનની મુલાકાતે દોડતા આવ્યા કારણ કે એમને આશા
હતી કે વ્યાપારમાં ઉત્સાહ અને સહકારની ખાતરી સામે ચીન હોર્મુઝ ખાડીના મામલામાં સહકાર
આપશે પણ ચીનને અમેરિકા કરતાં ઈરાન સાથેના સંબંધમાં વધુ રસ છે. ઈરાનની સમસ્યા અમેરિકાએ
શરૂ કરી છે તેથી તેનો જ પ્રશ્ન છે એવી ચીનની વલણ સ્પષ્ટ છે.
હોર્મુઝ ખાડી ઉપરાંત એરિકાને તાઇવાનની ચિંતા પણ છે.
શી જિનપિંગ ગમે ત્યારે તાઇવાનને ચીન સાથે ભેળવી દેશે એમ મનાય છે અને શક્યતા પણ પાક્કી
જ છે. અમેરિકા તાઇવાનને પોતાની છાવણીમાં રાખવા માગે છે તેથી જંગી શત્રસહાય આપે છે.
ગયા વર્ષના ડિસેમ્બરમાં 11 બિલિયન ડૉલરનાં શત્રોની મંજૂરી આપ્યા પછી વધુ 14 બિલિયનની
સહાય રાષ્ટ્ર પ્રમુખની મંજૂરી મળ્યા પછી જાહેર થશે. આ સંદર્ભમાં ચીને તો ટ્રમ્પને ગંભીર
અને ગર્ભિત ધમકી જ આપી છે કે તાઇવાન સાથેના સંબંધમાં વધુ ધ્યાન રાખજો નહીં તો ચીન અમેરિકાના
સંબંધ ગંભીર જોખમમાં આવી પડશે! આ પછી અમેરિકાએ બહાર પાડેલા નિવેદનમાં તાઇવાનનું નામ
લીધું નથી, ઉલ્લેખ પણ કર્યો નહીં! અને તાઇવાન સાથેના સંબંધ ઘટાડવાની વાત પણ કરી નથી!
વ્યાપારના મોરચે ટ્રમ્પ કહે છે ‘અદ્ભુત વ્યાપાર કરાર’ થયા છે પણ આવી અતિશયોક્તિથી ચીન પ્રભાવિત થાય એમ નથી. અમેરિકાની
કંપનીઓનો મોટો કાફલો લઈને આવ્યા પણ ચીન ઉપર કોઈ અસર પડતી નથી. 750 બૉઇંગ વિમાનની ખરીદીની
વાત હતી પણ માત્ર 200ની સમજૂતી થઈ. સોયાબીન પણ ખરીદશે, પોતાની જરૂરિયાત મુજબ બૉઇંગ
કંપનીએ 200 વિમાનોની ખરીદીની સમજૂતી થઈ હોવાના અહેવાલનું સમર્થન કર્યું છે પણ ચીને
હજુ નામ પાડÎું નથી! અલબત્ત, બંને દેશો વચ્ચે ‘બોર્ડ અૉફ ટ્રેડ અને બોર્ડ અૉફ ઇન્વેસ્ટમેન્ટ’ રચવાની સમજૂતી થઈ છે.