• બુધવાર, 20 મે, 2026

મધ્યમ વર્ગને સોનાના સિક્કાનું આકર્ષણ

વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કે સોનાનું આકર્ષણ અને ભૂખ યથાવત રહે છે.

એક નવી હકીકત નોંધપાત્ર છે કે લોકો હવે જરઝવેરાત - દાગીનાની ખરીદી કરતાં સુવર્ણ સિક્કા અને લગડી ખરીદવા તરફ વળ્યા છે. અલંકારોના પ્રદર્શનને બદલે સલામત મૂડીરોકાણ તરફ વળ્યા છે વડા પ્રધાન મોદીએ કરકસરના ભાગરૂપે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનો અનુરોધ કર્યો છે. ઉપરાંત આયાત જકાત વધારી છે. કેન્દ્ર સરકારની ગણતરી આપણું વિદેશી હૂંડિયામણ બચાવવાની છે પણ વડા પ્રધાનની અપીલ પછી ભારતમાં સોનાની ખરીદી ઉપર કેવી અસર થાય છે અને આયાત કેટલી ઘટે છે તે જોવાનું રસપ્રદ હશે. પણ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કે સોનાનું આકર્ષણ અને ભૂખ યથાવત રહે છે. એક નવી હકીકત નોંધપાત્ર છે કે લોકો હવે જરઝવેરાત - દાગીનાની ખરીદી કરતાં સુવર્ણ સિક્કા અને લગડી ખરીદવા તરફ વળ્યા છે. અલંકારોના પ્રદર્શનને બદલે સલામત મૂડીરોકાણ તરફ વળ્યા છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ ભારતમાં સોનાના સિક્કા અને લગડીની માગમાં ગણનાપાત્ર વધારો નોંધાયો છે. આ વર્ષે માર્ચની આખર સુધીમાં સોનાની એકંદર ખરીદીમાં સિક્કાનો હિસ્સો 41 ટકા હતો જે આગલા વર્ષે 34 ટકા હતો. માર્ચના ત્રિમાસિક ગાળામાં કુલ 62.3 ટન સિક્કા-લગડીની ખરીદી થઈ છે. નોંધપાત્ર છે કે ઈટીએફની માગણી માત્ર 19.9 ટન હતી. અત્યાર સુધી સામાન્ય રીતે સિક્કાની માગ 20થી 30 ટકા હોય છે.

ઘરેણાં-અલંકારો માટે સોનું ખરીદાય તેની ઘડામણ પણ મોંઘી પડે છે તેથી જ હવે ઝવેરીઓ ઘડામણમાં દર-માફી અથવા ઘટાડાની જાહેરાત કરી રહ્યા છે. પણ મધ્યમ વર્ગને સિક્કાનું આકર્ષણ વધ્યું છે. કારણ કે પ્રમાણમાં નાની રકમ પાંચથી દસ હજારનું મૂડીરોકાણ વધુ સગવડ અને સલામતીપૂર્ણ છે.