• સોમવાર, 06 મે, 2024

કૅનેડાને કડક સંદેશ; નાગરિકોને વિઝા પર રોક

આતંકવાદી નિજ્જરની હત્યા બાદ તાણ વકરી

રાજદ્વારીઓને ધમકી મળી રહી છે : આતંકવાદના આશ્રય સ્થાન બની રહેલા કૅનેડાને પાકિસ્તાનનું પીઠબળ : ભારતીય વિદેશ મંત્રાલય

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 21 : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા સાથે સંબંધોમાં વકરવા માંડેલી તાણની પરાકાષ્ઠારૂપ પગલામાં ભારતે ગુરુવારે કેનેડાના નાગરિકોને વિઝાની સેવા પર રોક મૂકી દીધી હતી. કેનેડાને કડક સંદેશ અપાતાં આકરા પગલાં પછી પત્રકાર પરિષદને સંબોધનમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, આતંકવાદીઓના આશ્રય સ્થાન બનવા માંડેલાં કેનેડાને પાકિસ્તાનનું પીઠબળ છે.

અમારા રાજદ્વારીઓને ધમકી મળી રહી હોવાથી તેઓ કામ કરી શકતા નથી, જેના કારણે અમે વિઝાની સેવા બંધ કરી રહ્યા છીએ તેવું કહેતાં બાગચીએ જણાવ્યું હતું કે, કેનેડાની સરકારે ભારત પર મૂકેલા તમામ આરોપ રાજનીતિ પ્રેરિત છે.

હાલ તુરત વિઝા રોકીને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને સીધો સંદેશ અપાયો છે. આમ, હવેથી નવી સૂચના આવે ત્યાં સુધી કેનેડાના કોઇ નાગરિક ભારતમાં આવી શકશે નહીં.

ખાલિસ્તાની આતંક-વાદીઓના સંબંધમાં અનેક જાણકારી કેનેડાની સરકારને અમે આપી, પરંતુ કેનેડાએ કોઇ જાતનાં પગલાં નથી લીધાં તેવું બાગચીએ કહ્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેનેડામાં ભારતના ઉચ્ચ