• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

યુએઇના નકશામાં પીઓકે ભારતનું  

`મિત્ર' દેશનાં પગલાંથી ધૂંધવાયેલા પાકિસ્તાનની કાગારોળ

દુબઇ, તા. 15 : આર્થિક સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને એક અબજ ડોલરની મદદ કરી ચૂકેલા સંયુક્ત આરબ અમિરાત (યુએઇ) એક નકશામાં પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)ને ભારતનો ભાગ બતાવ્યો છે. પગલાંથી નારાજ થયેલા આતંકપરસ્ત પાકે યુએઇ પર પલટવાર કર્યો હતો. અમારી એવી આશા છે કે અમારા આંતરરાષ્ટ્રીય સાથીદાર તથ્યો પર યોગ્ય ધ્યાન આપશે તેવું પાકિસ્તાન સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું.

હકીકતમાં, જી-20 શિખર સંમેલન સમાપ્ત થયા પછી યુએઇના નાયબ વડા પ્રધાન સૈફ બિન જાયદ અલ નાહ્યાને શિખર બેઠકનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ભારત-મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર સાથે જોડાયેલો નકશો દેખાય છે, જેમાં પીઓકેને ભારતનો હિસ્સો બતાવાયો છે.

રાજદ્વારી પગલું ભારત સાથે યુએઇના મજબૂત સંબંધોની પ્રતીતિ કરાવે છે. સાથોસાથ ભારતની ક્ષેત્રિય અખંડતાને પણ મજબૂત કરે છે. અમેરિકી પ્રમુખ જો બાયડને વીડિયોમાં યુએઇની પ્રશંસા કરી છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં દુબઇમાં સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલોપર એમ્માર જૂથે શ્રીનગરમાં એક મોલ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. 10 લાખ ચોરસ ફૂટમાં બનતો મોલ કાશ્મીરમાંથી કલમ