મુંબઈ, તા. 15 : મધ્યપૂર્વના દેશમાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે. યુદ્ધને લીધે વાશીની એપીએમસી માર્કેટમાં ઈરાનના રસ્તે આવતા સૂકામેવાની આવક બંધ થઈ છે, પરંતુ અછત વર્તાઈ નથી. યુદ્ધ શરૂ થયાં પહેલાં એપીએમસીના વેપારીઓ પાસે સૂકામેવાનો વિપુલ સ્ટૉક છે. આ ઉપરાંત અમેરિકા અને આફ્રિકાથી આવતા સૂકામેવામાં કોઈ અંતરાય સર્જાયો નથી એટલે ગ્રાહકોને સૂકામેવાની ખેંચ નહીં અનુભવાય….