• સોમવાર, 17 જૂન, 2024

હરીફ તેલો સામે પામતેલમાં ડિસ્કાઉન્ટથી વાયદો ઊંચકાયો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 23 : મલેશિયન પામતેલ વાયદામાં ગુરૂવારે સુધારો થયો હતો. રીંગીટમાં નબળાઈ અને હરીફ તેલો સામે પામતેલમાં ડિસ્કાઉન્ટમાં વેપારો શરૂ થતા પામતેલની માગમાં વધારો થવાની અપેક્ષાએ વાયદો વધ્યો હતો. મલેશિયન પામતેલનો ઓગસ્ટ કોન્ટ્રાક્ટ 24 રીંગીટ વધીને 3892ની સપાટીએ બંધ થયો હતો. અમેરિકામાં સોયાતેલ વાયદામાં ગુરૂવારે 0.43 ટકાનો સુધારો થયો હતો. જેણે પામતેલને ટેકો પૂરો પાડયો હતો. ઉપરાંત મલેશિયન વેપારનું ચલણ રીંગીટ ડોલર સામે.....