• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

`કયોંકિ તુમ હી હો'માં પ્રિયંકા ઢવળે પહેરશે રૂા. 25 લાખનો લ્હેંગો

શેમારુ ઉમંગ પરથી પ્રસારિત થતી સિરિયલ કયોંકિ તુમ હી હોમાં દર્શકો લગ્નના ટ્રેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકો નાયિકા કાવ્યા શર્મા (પ્રિયંકા ઢવળે)ને દુલ્હનના રૂપમાં જોવા ઉત્સુક છે. લગ્ન ટ્રેકમાં દર્શકોને ઘણા ઉતાર-ચડાવ જોવા મળશે અને સાથે કાવ્યાએ પહેરેલો લ્હેંગો સોના આકર્ષણનું કેન્દ્ર બની જશે કેમ કે તેની કિંમત રૂા. 25 લાખ છે. કાવ્યાની ભૂમિકા ભજવતી પ્રિયંકા ઢવળે આ ડિઝાઈનર લ્હેંગો પહેરવા થનગની રહી છે. મેચિંગ દુપટ્ટા સાથેના આ લ્હેંગામાં ભરચક જરદોશી વર્ક છે. આ ઉપરાંત બ્રાઈડલ જવેલરી, માંગ ટિકો, કાનમાં ઝુમકા, નાકમાં નથ, હાથમાં ચૂડો અને ક્લિરે સાથે પ્રિયંકા એકદમ પારંપારિક લૂકમાં જોવા મળશે. 

પ્રિયંકાને પ્રથમ વાર નાના પરદે દુલ્હન બનવાની તક મળી છે અને તેનો દેખાવ જોતાં તે અત્યંત સુંદર દેખાશે. જોકે, ભારતમાં રીલ હોય કે રિયલ લાઈફ લગ્ન સરળતાથી પૂરા થતા નથી. થોડા ડ્રામા અને થોડા અવરોધ બાદ જ દુલ્હા-દુલ્હનો પ્રસંગ પાર પડતો હોય છે. કાવ્યાના લગ્નમાં કયો અવરોધ આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે. કયોંકિ તુમ હી હોમાં અભિનેતા અમર ઉપાધ્યાય કરણના અને હર્ષનાગર અભિમન્યુના પાત્રમાં જોવા મળે છે. આ પ્રણયત્રિકોણ ધરાવતી સિરિયલમાં કાવ્યાનો પ્રેમ કોને મળે છે તે જોવું રહ્યું.