નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સંસદસભ્યોનું જાહેરમાં સન્માન કરીને કહ્યું કે આ છ વાઘ મારી સાથે છે અને અૉપરેશન ટાઈગર સફળ થયું છે. બીજી બાજુ સંબંધિત સંસદસભ્યોને ઉદ્ધવસેનામાં પાછા લાવવાના પ્રયાસ - ધાકધમકી પણ સફળ થઈ નથી. ઊલટું વિધાનસભ્યોમાં પણ હિલચાલ શરૂ થઈ છે. ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી બેઠકમાં પણ એક-બે સભ્યો હાજર રહે નહીં તે સૂચક છે
અમિતભાઈ શાહે જ્યારે કહ્યું કે હવે મહારાષ્ટ્રમાં એક
જ શિવસેના છે ત્યારે ઉદ્ધવ ઠાકરે ઊકળી ઊઠયા અને સંજય રાઉતે પણ મનફાવે તેવો બફાટ કર્યો
પણ આ રીતે વાસ્તવિકતા બદલી શકાતી નથી. સંસદ અને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ બતાવી આપ્યું
છે કે તેઓ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના વંશજ નથી, પણ અનુયાયી છે અને શિવસેનાનો
ઝંડો ફરકાવ્યો છે. હવે ચૂંટણી પંચ અને સર્વોચ્ચ અદાલતમાં મામલો જાય તો પણ એકમાત્ર શિવસેનાની
વાસ્તવિકતા સિદ્ધ થશે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સંસદસભ્યોનું જાહેરમાં
સન્માન કરીને કહ્યું કે આ છ વાઘ મારી સાથે છે અને અૉપરેશન ટાઈગર સફળ થયું છે. બીજી
બાજુ સંબંધિત સંસદસભ્યોને ઉદ્ધવસેનામાં પાછા લાવવાના પ્રયાસ - ધાકધમકી પણ સફળ થઈ નથી.
ઊલટું વિધાનસભ્યોમાં પણ હિલચાલ શરૂ થઈ છે. ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી બેઠકમાં પણ એક-બે
સભ્યો હાજર રહે નહીં તે સૂચક છે.
દરમિયાન વિધાન પરિષદની ચૂંટણીમાં પણ 17માંથી સોળ બેઠકો
જીતીને મહાયુતિએ મહારાષ્ટ્ર વિકાસ આઘાડીને જવાબ આપી દીધો છે. સંસદની હવાનો સપાટો મુંબઈમાં
પણ લાગ્યો છે! હકીકતમાં નાસિકમાં ભાજપના એક બગાવતી સભ્યે શિવસેનાના અધિકૃત પ્રતિસ્પર્ધી
ઉમેદવારને હરાવ્યા છે તે જોતાં વિપક્ષે તમામ બેઠકો ગુમાવી છે. આ પરિણામ જાહેર થયાં
પછી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને સંજય રાઉત શું હજુ પણ દાવો કરશે કે તેમનો પક્ષ શિવસેના
છે?