• શનિવાર, 02 માર્ચ, 2024

તેલંગણામાં 63.94 ટકા મતદાન : 1190 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ

હૈદરાબાદ, તા. 30 : તેલંગણમાં ગુરુવારના રોજ તમામ વિધાનભા બેઠકો ઉપર મતદાન થયું હતું. રાજ્યમાં અમુક છૂટક ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં 63.94 ટકા મતદાન નોંધાયું હતું. નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં મતદાન સાંજે ચાર વાગ્યે પૂરું થયું હતું. જ્યારે બાકીની 106 બેઠકો ઉપર સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન જારી રહ્યું હતું. ઘણા મતદાન કેન્દ્રોએ લોકોની લાંબી કતાર જોવા મળી હતી. તેલંગણમાં શહેરોની તુલનાએ ગ્રામીણ વિસ્તારમાં મતદાનની ટકાવારી વધારે રહી હતી. સવારથી જ સુસ્ત રહેલા મતદાને સાંજે  રફતાર પકડી હતી. સૌથી વધારે મતદાન મેડક જીલ્લામાં 80.38 ટકા નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું 63.94 ટકા મતદાન હૈદરાબાદમાં રહ્યું હતું. અમુક મતદાન કેન્દ્રમાં ઈવીએમ ખરાબ થતા મતદાન મોડેથી શરૂ થયું હતું. આ સાથે જ 1190 ઉમેદવારના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. 

Budget 2024 LIVE
હેડલાઇન્સ