મુંબઈ, તા. 15 : વિશ્વભરમાં માનતાના ગણપતિ તરીકે જાણીતા લાલબાગચા રાજાના મુખદર્શન સાંજે સાત વાગ્યે થયા હતા. આ વખતે 19મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર સુધી યોજાનારા ગણેશોત્સવ દરમિયાન પોલીસ તેમ જ પ્રશાસન દ્વારા કરી રોડ, ચિંચપોકલી ખાતે વિશેષ સુરક્ષાની તકેદારી રાખવામાં આવી છે. તેમ જ 24મી સપ્ટેમ્બરે સાંજે રાજાના દરબારમાં પાન સોપારી કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ઇરશાળવાડીના પીડિતોને મદદ કરનારાઓનું સન્માન થવાનું છે. ગણેશ ભકતોમાં માનીતા રાજાના પ્રથમ દર્શન વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ, ન્યૂઝ ચૅનલો મારફત કરાયા હોવાની વાત લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડપના અધ્યક્ષ બાળાસાહેબ કાંબળેએ જણાવી હતી.