• ગુરુવાર, 11 ડિસેમ્બર, 2025
મારણ નોંધ
હિન્દુ મરણ

નંદરબાર દસાપોરવાડ વૈષ્ણવ

કમલેશ શાહ (જીમ્મી) (ઉં. 67). તે સ્વ. નીલા તથા મોહનલાલ બેચરદાસ શાહના પુત્ર. નીતાના પતિ. ચિન્મય, સલોની અનુપ શ્રીનીવાસના પિતા. પારૂલ (મીના) વિનોદ શાહ, કેતકી રશ્મી શાહના ભાઈ. દેવહુતી અને સ્વ. પ્રભાશંકર ગૌરીશંકર દેસાઈના જમાઈ 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. ઠે.: 602, આઈબીસ ટૉવર, રેણુકા નગર, મહાવીર નગર, ન્યૂ લીંક રોડ, કાંદિવલી (પ.).

 

સારસ્વત બ્રાહ્મણ

જતીનભાઈ કિરીટભાઈ જોશી (ઉં. 51) 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ખ્યાતિબેનના પતિ. ખુશી, દિઆના પિતા. ગં. સ્વ. ભાવના સંજીવભાઈ જોશીના દિયર. હિરેનભાઈ કિરીટભાઈ જોશીના ભાઈ. રીટાબેન હિરેનભાઈ જોશીના જેઠ. પ્રાર્થના સભા ગુરુવાર, 11મીએ સાંજે 4થી 6. ઠે.: કાંદિવલી હાલાઇ લોહાણા મિત્ર મંડળ ટ્રસ્ટ, 2જે માળે, એસવી રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી (પ.).

 

કચ્છી લોહાણા

ગઢશીશાના સ્વ. ગુણવતીબેન મંગલદાસ પુંજાણીના પુત્ર અરુણભાઈ (ઉં. 67) 8મીને સોમવારે રામશરણ પામ્યા છે. તે મીનાક્ષીબેનના પતિ. વીનીતના પિતા. ગં.સ્વ. રેખાબેન ઘનશ્યામ પોપટ, સ્વ. નરેન્દ્રભાઈના ભાઈ. ગં.સ્વ. દમયંતીબેન જયંતીલાલ સોમૈયાના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

નવાગામ ભાવસાર

પડવાના રત્નેશ ખાટસુરીયા (ભાવસાર)નાં પત્ની એકતાબેન શ્રીચરણ પામ્યાં છે. તે સોનલ હરેન્દ્ર ભાવસારનાં પુત્રવધૂ. મેઘના મયુરેશ દીક્ષિતનાં ભાભી. મિનાક્ષી મહેન્દ્ર સાળવીનાં પુત્રી. અક્ષિતા નિલેશ ઘોસાળકર, દિપીકી સ્વપ્નિલ શીગવન, વિશાલ મહેન્દ્ર સાળવીનાં બહેન. બંને પક્ષની પ્રાર્થના 11મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: હરેન્દ્ર કરસનદાસ ભાવસાર, સ્વામી સમર્થ ધુલેવા, ફ્લેટ નંબર 2006, બોરભાટ લેન, ગિરગાંવ, મુંબઈ -4. લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ 

જસદણવાળા છબીલભાઈ (ઉં. 80) 6ઠ્ઠીએ શ્રી રામચરણ પામ્યા છે. તે સ્વ. જાદવજીભાઈ પિતાંબરભાઈ હરસોરાના દિકરા. દમયંતીબેનના પતિ. સ્વ. નરાસિંહભાઈ, સ્વ. કાંતાબેન રતિલાલભાઈ પરમારના ભાઈ. સ્વ. છગનલાલ નાગજીભાઈ પરમારના જમાઈ. સ્વ. ગિરધરભાઈ તથા સ્વ. અનિલભાઈ છગનભાઈ પરમારના બનેવી. પ્રાર્થનાસભા 11મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: લુહાર સુથાર વેલફેર સેન્ટર બોરીવલી (પૂ.). લૌ. પ્રથા બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ સાંધાણના સ્વ. મણિબેન સુંદરજી કોટકનાં પુત્રવધૂ સ્વ. ચંદ્રકાંતનાં પત્ની ગં.સ્વ. ભગવતી (ઉં. 84). તે વાલબાઈ કુંવરજી પટેલનાં પુત્રી. ક્રિષ્ના પ્રદીપ નાયર, વિજય ચંદ્રકાંત કોટકનાં માતા. ગં.સ્વ. કાન્તાબેન કાન્તિલાલ કેસરીયા, ગં.સ્વ. વિરમતી વિશનજી આઇયાનાં ભાભી સોમવાર 8મીએ રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી રાજગોર 

ભુજપુરના મંજુલાબેન. તે ગીરીશભાઈનાં પત્ની. સ્વ. લીલાવંતી શામજીભાઈ જેસરેગોરનાં પુત્રવધૂ. ઝવેરબેન જગજીવનદાસ નાગુંનાં દીકરી. સુનિલભાઈ, અરૂણા, જયશ્રી, કલ્પના, મૃદુલાનાં ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા 10મીએ 3થી 5. ઠે.: ઘનશ્યામદાસ સરાફ ટ્રસ્ટ, સરાફ માતૃ મંદિર, પોદાર રોડ, મલાડ (પૂ.).

 

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

ભુજના નવીનચંદ્ર જોશી (ખીંયરા) (ઉં. 77). તે સ્વ. મોહનલાલ ગોવિંદજી ખીંયરા તથા સ્વ. વસંતબેનના પુત્ર. નીતાબેનના પતિ. મિતેશ, રીનાના પિતા. દર્શના દાદા. રોઝી,  સેબેસ્ટીયનના નાના. નિમિષા મિતેશ ખીંયરાના સસરા. સ્વ. હેમલતા હરીફ સોનપાર, ચારૂ પ્રવિણ કાપડીયા, દક્ષા (આરતી) અનિલ બોડા, કલ્પના અશોક જેઠાના ભાઈ 8મીને સોમવારે શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 10મીને બુધવારે સાંજે 5થી 7. ઠે.: સારસ્વત વાડી, 1લે માળે. લૌ. વ્ય. બંધ છે.

 

નાઘેર દશા માઢે માંડલિયા વણિક

ભોગીલાલ શામજીભાઈ મહેતા (ઉં. 88) 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પરશોત્તમભાઈ, ધીરજલાલના ભાઈ. ભદ્રાબેનના પતિ. કેતનભાઈ, કાર્તિકભાઈના પિતા. હીનાબેન, નેહાબેન, સ્વ. ભીખાલાલ વિઠ્ઠલદાસ દોશીના જમાઈ. અમી યશ રાંદેરીયા, મિલી, નીક્કીના દાદા. પ્રાર્થનાસભા 11મીએ સાંજે 4થી 6. ઠે.: ઠઠ્ઠાઈ ભાટિયા હોલ નં. 5, શંકર ગલી, કાંદિવલી (પ.).

 

હાલાઈ લોહાણા 

અ.સૌ. ગીતાબેન (ઉં. 54). તે સ્વ. જયાબેન તથા સ્વ. છગનલાલ પુરુષોત્તમદાસ લાખાણીનાં પુત્રી. દિલીપકુમાર દયાળજી તન્નાનાં પત્ની. પારસ, તરૂણનાં માતા. માનસી, દીક્ષિતાનાં સાસુ. મીનાબેન ફૂલીનકુમાર સીરોદરિયા, સ્વ. દિલીપભાઈ, સ્વ. ગોપાલભાઈનાં બહેન 8મીએ શ્રીજીશરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 11મીએ 3.30થી 5.30. ઠે.: 3થી 4.30. ઠે.: ઉત્સવ હોલ, દત્તપાડા રોડ, એકતા ભૂમિ ગાર્ડન 3, સાઈ ઓટો હુન્ડાઈ સર્વિસ સેન્ટર પાસે, બોરીવલી (પૂ.).

 

કચ્છી લોહાણા

વરસામેડીના કાંતિલાલ સિકરાઈ (ઉં. 82). તે સ્વ. નર્મદાબેન ભગવાનજી બેચરદાસ સિકરાઈના પુત્ર. સ્વ. લતાબેનના પતિ. અતુલ, સોનાના પિતા. સ્વ. વસંતબાળા મોતીલાલ બુધાણી, ગં.સ્વ. કુસુમ વિનોદ રવાણી, સ્વ. ઉષા રમેશ સોમૈયા, ગં.સ્વ. મીના દિનેશ કામાણી, સ્વ. જ્યોત્સ્ના જીતેન્દ્ર અનમના ભાઈ. સ્વ. કસ્તુરબેન ડુંગરશી રૂપારેલના જમાઈ 8મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી અને લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ સારસ્વત બ્રાહ્મણ 

ખંભાળિયાના સ્વ. લાધીબેન ડાહ્યાભાઈ કીત્તાના પુત્રી ગં.સ્વ. હંસાબેન કિશોરભાઈ સાતા (ઉં. 76). તે સ્વ. કિશોરભાઈ અમૃતલાલ સાતાનાં પત્ની. સ્વ. હીરાબેન મોહનલાલ કિરતસાતા, સ્વ. મધુસુદન ડાહ્યાભાઈ કીત્તાનાં બેન. નેહલ, હેમંત કિશોરભાઈ સાતાના માતા. હિમાની હેમંત સાતાના સાસુ. તે ક્રીશિકા, મનવીરના દાદી-નાની સોમવાર 8મીએ શ્રીજી ચરણ પામ્યાં છે. પ્રાર્થના સભા રાખેલ નથી. લૌ. વ્ય. બંધ  છે. 

 

કચ્છી લોહાણા 

તુણાવાળા ભૂપેન્દ્રભાઈ ભગવાનદાસ રૂપારેલનાં પત્ની ભારતીબેન (ઉ. 71).  તે  સ્વ. ભગવાનદાસ લાલજી રૂપારેલનાં પુત્રવધૂ. નિશાબેન, મીતાબેન, દર્શકભાઈ, દિપાલીબેનના માતા.  તુષારકુમાર,  મુકેશકુમાર,  વિશાલકુમારના સાસુ. સ્વ. ધરમશી સુંદરજી ચોથાણીના દિકરી  સોમવાર 8મીએ રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા ગુરુવાર 11મીએ સાંજે 5થી 7. ઠે.: ભાટિયા ભગીરથી દાદીશેઠ અગિયારી લેન, મરીન લાઇન્સ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારશે બ્રાહ્મણ

નાગધણીબાના ગં. સ્વ. રસીલાબેન અમૃતલાલ જોશીના પુત્ર અતુલભાઈ (ઉં. 63). તે વર્ષાબેનના પતિ. સ્વ. ધવલ, અભિષેકના પિતા. હરેશભાઈ, રાજેશભાઈ, સંગીતાબેન શૈલષકુમાર જાનીના ભાઈ. સ્વ. જયમતીબેન દિનકરરાય દવેના જમાઈ. હેમંતીબેન, મંજુબેનના દિયર 7મીએ દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 11મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: હાલાઈ લોહાણા મહાજન વાડી, 1લે માળે, શંકરના મંદિરની બાજુમાં, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

જૈન મરણ

કવીઓ જૈન

લાયજા મોટાના કુ. નીતા છેડા (ઉં. 56) 5મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. લીલબાઈ લાલજી નરશી છેડાના પૌત્રી. સ્વ. વેલબાઈ શીવજી છેડાના દિકરી. ખીમજી લખમશી ગડાના દોહીત્રી. ગં.સ્વ. ગુણવંતી વસંત ધરોડ, સ્વ. જયા નવિન પાસડ, ગં.સ્વ. કલ્પના અનિલ મહેતા, વિજયના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: કલ્પના શાહ, 312, 3જે માળે, રામવાડી, ગાંધી સોસાયટી, ઓપોઝીટ વાડીયા સ્કુલ, જે.પી. રોડ, અંધેરી (પ.).

 

મોખાના અમિષા સૈયા (ઉં. 55) 6ઠ્ઠીએ અવસાન પામ્યાં છે. તે નિર્મળા (ભાણબાઈ) નાનજી નથુનાં પુત્રવધૂ. કિર્તીનાં પત્ની. દિવ્યા, કૃણાલનાં માતા. ચંદ્રિકા ખીમજી કુંવરજીનાં પુત્રી. મનીષનાં બહેન. પ્રાર્થનાસભા શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં. કરશન લધુ નિસર, દાદર. ટા. 2થી 3.30.

 

ગોધરાના નવલબેન ગોસર (ઉં. 83) 7મીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન વસનજી લખમશીનાં પુત્રવધૂ. ધનજી (સોમચંદ)નાં પત્ની. લતા, પંકજનાં માતા. સાકરબેન ખીમજી મોરારજી કારાણીનાં પુત્રી. તલકશી, મહેન્દ્ર, મણીલાલ, વસનજીનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: પંકજ ગોસર, 586/એ, મોન્ટ પ્લેઝંટ, 1601, લેડી જહાંગીર રોડ, માટુંગા (પૂ.), મું.-19. 

 

દેવપુરના નવિન ધનાણી (ઉં. 75) 7મીએ અવસાન પામ્યા છે. તે સોનબાઈ પ્રેમજી કાનજી ધનાણીના પુત્ર. જયાબેનના પતિ. છાયાના પિતા. પ્રવિણ, અરાવિંદ, નિરંજન, જયંત, મંજુલાબેનના ભાઈ. મઠાબાઈ વાલજી માવજી ગડાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: છાયા ધનાણી : 301, ચેતન એપાર્ટમેન્ટ, પાંડુરંગ કોલોની, એરંડવને, પૂના.

 

વાંકીના ભાનુમતીબેન છેડા (ઉં. 90) 8મીએ અવસાન પામ્યાં છે. તે દેવકાબેન (જેઠીમા) ઉમરશીનાં પુત્રવધૂ. જેઠાલાલનાં પત્ની. વસંત, શાંતિલાલ, અજીત, ચંદન, ગીતાનાં માતા. ગંગાબાઈ દેવજી ચાંપશીનાં પુત્રી. ધનજી, વસનજી, શામજી, પુરબાઈ, મણીબેન નાનજી રવજીનાં બેન. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. : કરશન લધુ નિસર હોલ (દાદર). ટા. 4થી 5.30.

 

લાકડીયાના ઇવાન ફુરીઆ (ઉં. 16) 7મીએ અવસાન પામ્યા છે. તે ગં.સ્વ. પ્રભાબેન દેવજી રામજી ફુરીયાના પૌત્ર. વૈશાલી સચીનના પુત્ર. રેયાંશના ભાઈ. કસ્તુરબેન ગાવિંદ વિકમાણીના દોહિત્ર. પ્રાર્થના બુધવાર, 10મીએ 3થી 4.30. ઠે.: યોગી સભાગૃહ, દાદર, મુંબઈ. ચક્ષુદાન કર્યું છે.

 

વાગડ વી.ઓ. જૈન

લાકડીયાના ઈવાન ફુરીયા (ઉં. 16) રવિવાર, 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ગં.સ્વ. પ્રભાબેન દેવજી રામજી ફુરીયાના પૌત્ર. વૈશાલી સચીનના પુત્ર. રેયાંશના ભાઈ. સ્વ. મુરઈબેન મેઘજી ખીમજી ગડાના દોહિત્રપુત્ર. પ્રાર્થનાસભા બુધવાર, 10મીએ 3.30થી 4.30. ઠે.: એ-1403 દિપક જ્યોતિ ટાવર, કાલાચોકી, મુંબઈ-33. 

 

સુરત વીસા ઓસવાલ જૈન

હૃદય ચોકસી (ઉં. 19) 8મીએ અરિહંતશરણ પામ્યા છે. તે શ્વેતાબેન/ પ્રેમલભાઈ ચોકસીના પુત્ર. ભારતીબેન રાજેન્દ્રભાઈ ચોકસીના પૌત્ર. અવનીબેન જયભાઈના ભાણેજ. માન્યાબેન જયભાઈના ભાઈ. શત્રુંજયની ભાવયાત્રા  10મીએ સવારે 10થી 12. ઠે.: ભારતીય વિદ્યા ભવન, ચોપાટી.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ધારીના સ્વ. લીલાવંતીબેન નાનાલાલ રૂપાણીના પુત્ર દિલેશભાઈ (ઉં. 72) 8મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્મિતાબેનના પતિ. અદિતી, ધવલ દેસાઈ, રુષભ, વિજેતાના પિતા. સ્વ. સવિતાબેન હરિલાલ મહેતાના જમાઈ. ધિરજલાલ, જિતેન્દ્રભાઈ, મેહુલભાઈ, સોનલબેન, ચેતનભાઈ પારેખ, તેજલબેન પરેશભાઈ પારેખના ભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર 11મીએ સાંજે 4થી 6. ઠે.: જાસ્મીન હોલ, જોલી જીમખાના, ઘાટકોપર (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

ધારીના સ્વ. અરાવિંદભાઈ અને સ્વ. નલિનીબેન શાહ (શેઠ)ના પુત્ર ભાવેશભાઈ (ઉં. 50) 6ઠ્ઠીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે, તે અંજલીના પતિ. સ્વ. ભુપતભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. લીલાવતીબેન, સ્વ. અનસુયાબેન, ગં.સ્વ. સરલાબેન, ગં.સ્વ. ઉર્મિલાબેનના ભત્રીજા. સાસરા પક્ષે ગીતા પ્રમોદ તિવારીના જમાઈ. મોસાળ પક્ષે સ્વ. શીલા ઇન્દ્રવદન શાહ તથા પુષ્પા પ્રવીણ મહેતાના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રી માળી જૈન

ખદરપર (તળાજા)ના સ્વ. મહીપતરાય ડાહ્યાલાલ શાહના પુત્ર નિલેશ (ઉં. 54) મંગળવાર, 9મીએ અરિહંતશરણ પામ્યા છે. તે નૂતનબેનના પતિ. વિરાજના પિતા. સરોજબેન અનંતરાય, વર્ષાબેન પંકજકુમારના ભાઈ. ભૂપેન્દ્રભાઈ ચંપકલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, 11મીએ સવારે 10થી 12. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એસ. વી. રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો