• શનિવાર, 27 એપ્રિલ, 2024

પાલિકાએ વસૂલ્યો કુલ રૂા. 2213 કરોડનો માલમતા કર  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : મુંબઈ પાલિકાએ માલમતા કર વધુને વધુ પ્રમાણમાં વસૂલ કરી શકાય માટે કમર કસી છે. 2023-24ના આર્થિક વર્ષ પૂરું થવાને માત્ર ચાર દિવસ બાકી છે. બુધવાર 27 માર્ચ સુધી પાલિકાએ કુલ રૂા. 2213 કરોડ રૂપિયાનો માલમતા કર વસૂલ કર્યો છે. અગાઉ પાલિકાએ રૂા. 6000 કરોડ કર વસૂલવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. બાદમાં લક્ષ્યાંકને ઘટાડીને રૂા. 4500 કરોડ કરવામાં આવ્યો હતો. જોકે હવે લક્ષ્યાંક પણ બહુ દૂર દેખાય છે. પાલિકા દ્વારા માલમતા કરના બિલ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ દરમિયાન આપ્યા હતા. ત્યાર બાદ સતત નાગરિકોને બિલ સમયસર ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. 

31 માર્ચ સુધી તમામને માલમતા કર ભરી દેવાની અપિલ કરવામાં આવી છે. પાલિકાના 24 વૉર્ડમાં બુધવાર સુધીના માલમતા કરની વસૂલી મુજબ હતી.  વિભાગમાંથી રૂા. 109.87 કરોડ, બી વિભાગમાંથી રૂા. 17.50 કરોડ, સી વિભાગમાંથી રૂા. 32.18 કરોડ, ડી વિભાગમાંથી રૂા. 92.43 કરોડ, વિભાગમાંથી રૂા. 42.77 કરોડ, એફ (દક્ષિણ) વિભાગમાંથી રૂા. 44.62 કરોડ, એફ (ઉત્તર) વિભાગમાંથી રૂા. 51.38 કરોડ, જી (દક્ષિણ) વિભાગમાંથી રૂા. 160.83 કરોડ, જી (ઉત્તર) વિભાગમાંથી રૂા. 82.73 કરોડ, એચ (પૂર્વ) વિભાગમાંથી રૂા. 168.34 કરોડ, એચ (પશ્ચિમ) વિભાગમાંથી રૂા. 142.45 કરોડ, કે (પૂર્વ) વિભાગમાંથી રૂા. 208.76 કરોડ, કે (પશ્ચિમ) વિભાગમાંથી રૂા. 174.15 કરોડ, પી (દક્ષિણ) વિભાગમાંથી રૂા. 127.16 કરોડ, પી (ઉત્તર) વિભાગમાંથી રૂા. 90.24 કરોડ, આર (દક્ષિણ) વિભાગમાંથી રૂા. 64.55 કરોડ, આર (મધ્ય) વિભાગમાંથી રૂા. 81.39 કરોડ, આર (ઉત્તર) વિભાગમાંથી રૂા. 31 કરોડ, એલ વિભાગમાંથી રૂા. 99.32 કરોડ, એમ (પૂર્વ) વિભાગમાંથી રૂા. 35.71 કરોડ, એમ (પશ્ચિમ) વિભાગમાંથી રૂા. 57.17 કરોડ, એન વિભાગમાંથી રૂા. 55.87 કરોડ, એસ વિભાગમાંથી રૂા. 170.77 કરોડ, ટી વિભાગમાંથી રૂા. 63.08 કરોડ, શાસન માલમતામાંથી રૂા. 9.51 કરોડ વસૂલવામાં આવ્યા હતા.