• શનિવાર, 27 એપ્રિલ, 2024

મહારાષ્ટ્રને ટેક્સ્ટાઈલનું વૈશ્વિક હબ બનાવવાનો પ્લાન  

25,000 કરોડ રૂપિયાનું રોકાણ આવશે 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રને ટૅક્સટાઈલનું વૈશ્વિક હબ બનાવવાનો પ્લાન રાજ્ય સરકારનો છે. માટે રાજ્ય સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. 

કેન્દ્ર સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં ટૅક્સટાઈલ સેક્ટર પર વધુ ફોકસ ર્ક્યું છે. કેન્દ્ર સરકારે ટૅક્સટાઈલ સેક્ટરની નિકાસ વર્ષ 2030 સુધીમાં 100 અબજ ડૉલરના લેવલે પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી ર્ક્યો છે. લક્ષ્યાંક માટે મહારાષ્ટ્ર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતના કુલ ટૅક્સટાઈલ અને એપરલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો 10.50 ટકા જેટલો છે. ભારતમાં જે કુલ રોજગાર છે એમાં મહારાષ્ટ્રનો હિસ્સો 10 ટકાનો છે.

11 ટૅક્સ્ટાઈલ પાર્ક ડેવલપ કરાશે

એમઆઈડીસી રાજ્યની ટૅક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના ગ્રોથ માટે સજ્જ છે. રાજ્ય સરકાર એમઆઈડીસી દ્વારા 11 એક્સક્લુઝિવ ટૅક્સટાઈલ પાર્ક ડેવલપ કરશે. પાર્ક અમરાવતી, થાણે, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, નાસિક, પુણે અને નંદુરબાર ખાતે સ્થાપવામાં આવશે. રાજ્ય સરકારનો પ્લાન મુંબઈમાં ગાર્મેન્ટ ટ્રેડિંગ હબ સ્થાપવાનો છે જે ચીનના ગેન્ગઝાઉ અને તુર્કીના ઈસ્તમબુલની બરોબરીનું હશે.

અમરાવતી ખાતે પીએમ મિત્રા પાર્ક

કેન્દ્ર સરકારની પીએમ મિત્રા પાર્ક સ્કીમ હેઠળ અમરાવતી ખાતે ટૅક્સટાઈલ માટે મિત્રા પાર્ક સ્થાપવામાં આવશે. પાર્કમાં રૂા. 10,000 કરોડ જેટલું રોકાણ આવશે. તેમ ત્રણ લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે. પાર્ક માટેનું સમગ્ર ફન્ડીંગ કેન્દ્ર સરકાર કરશે.

ઉપરાંત રાજ્ય સરકાર 18 મિની ટૅક્સટાઈલ પાર્ક ડેવલપ કરશે, જેમાં રૂા. 1800 કરોડનું રોકાણ આવશે અને કુલ 36,000 લોકોને રોજગારી મળશે. ઉપરાંત રાજ્ય સરકારની ઈન્ટિગ્રેટેડ એન્ડ સસ્ટેનેબલ ટૅક્સટાઈલ પોલિસી 2023-2028 હેઠળ રાજ્યની ટૅક્સટાઈલ વેલ્યુ ચેઈનને મજબૂત બનાવવાનો ઉદેશ છે. માટે ટૅક્નોલોજીકલ અપગ્રેડેશન પર ફોક્સ કરાશે. ટૅક્સટાઈલ પોલિસી હેઠળ રૂા. 25,000 કરોડનું રોકાણ આકર્ષવાનો ટાર્ગેટ છે. આગામી પાંચ વર્ષમાં રૂના ઉત્પાદનમાં 80 ટકાનો વધારો કરવાનો પ્લાન છે. ઉપરાંત પાંચ લાખ કરતાં વધુ રોજગારીની તકો નિર્માણ થશે.

રાજ્ય સરકાર ટૅકનિકલ ટૅક્સટાઈલ પાર્ક ડેવલપ કરશે. આરએન્ડડીની પ્રવૃત્તિમાં વધારો કરશે. આઈટીનો ઉપયોગ વધારશે તેમજ સ્કીલ ડેવલપમેન્ટ પર ફોક્સ કરશે.