• શનિવાર, 27 એપ્રિલ, 2024

સાથે રહેવું હોય તો કૉંગ્રેસે ઉદ્ધવને સહન કરવાની ટેવ પાડવી પડશે : ફડણવીસ  

`મહાવિકાસ આઘાડી'માંથી વધુ લોકો બહાર નીકળશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : મહાવિકાસ આઘાડીના ઘટકપક્ષોનો એકમેક ઉપર વિશ્વાસ કે નિયંત્રણ નથી. બધા એકમેકની જગ્યા ઉપર ઉમેદવારો જાહેર કરે છે. વંચિત અને મહાવિકાસ આઘાડીની વાતચીતનું શું થયું? તે તેઓની આંતરિક બાબત છે. તેથી હું કશું બોલવા ઈચ્છુક નથી. અમે ઉદ્ધવ ઠાકરેનો ઘણો વર્ષ અનુભવ લીધો છે. અમને તેઓની ટેવ છે. કૉંગ્રેસને જો ઉદ્ધવ ઠાકરેની સાથે રહેવું હોય તો તેમને સહન કરવાની ટેવ પાડવી પડશે, તેનું કારણ તેઓ તે રીતે વર્તે છે એમ ભાજપના આગેવાન અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.

`મહાયુતિ'ના ભંડારા-ગોંદિયા મતવિસ્તારના ઉમેદવાર સુનીલ મોઢેએ આજે ઉમેદવારી નોંધાવી હતી. પ્રસંગે ફડણવીસે જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીમાંથી અનેક લોકો છોડી જશે. ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ લોકો મહાવિકાસ આઘાડી છોડીને બહાર આવશે, એમ ફડણવીસે ઉમેર્યું હતું.