• સોમવાર, 29 એપ્રિલ, 2024

વાહનોનું ઉત્પાદન 9.50 ટકા વધ્યું  

ગત વર્ષ દરમિયાન 2.48 કરોડ વાહનોનું ઉત્પાદન થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : વાહનોનું કુલ ઉત્પાદન એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 11 મહિનાના સમયગાળામાં 9.50 ટકા વધીને 2,48,85,339 યુનિટ થયું છે જે ગયા વર્ષે સમયગાળામાં 2,27,55,713 યુનિટ થયું હતું.

પેસેન્જર વાહનોનાં ઉત્પાદનમાં 7 ટકાની વૃદ્ધિ

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના રીપોર્ટ મુજબ એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 11 મહિનાના સમયગાળામાં પેસેન્જર વાહનોનું ઉત્પાદન 7 ટકા વધીને 43,64,437 યુનિટ થયું છે. જે ગયા વર્ષે સમયગાળામાં 40,81,696 યુનિટ થયું હતું. પેસેન્જર કારનું ઉત્પાદન 19,72,794 યુનિટથી 9 ટકા ઘટીને 17,18,659 યુનિટે થયું છે. યુટિલિટી વાહનોનું ઉત્પાદન 19,82,297 યુનિટથી 23 ટકા વધીને 24,42,849 યુનિટ અને વેન્સનું વેચાણ 1,26,605 યુનિટથી પાંચ ટકા વધીને 1,32,929 યુનિટ થયું છે.

થ્રી વ્હીલરનું ઉત્પાદન એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 17 ટકા વધીને 9,10,875 યુનિટ થયું છે. જે ગયા વર્ષે સમયગાળામાં 7,78,828 યુનિટ થયું હતું. પેસેન્જર કેરિયરનું ઉત્પાદન 6,61,579 યુનિટથી 17 ટકા વધીને 7,74,583 યુનિટ, ગુડ્ઝ કેરિયરનું 89,553 યુનિટથી 16 ટકા વધીને 1,04,148 યુનિટ, -રિક્ષાનું 24,641 યુનિટથી 17 ટકા વધીને 28,737 યુનિટ અને -કારનું ઉત્પાદન 3055 યુનિટથી 11.50 ટકા વધીને 3407 યુનિટ થયું છે.

સ્કૂટરના ઉત્પાદનમાં 14 ટકાનો વધારો

સોસયાટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના રિપોર્ટ મુજબ એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 11 મહિનાના સમયગાળામાં ટુ વ્હીલરનું ઉત્પાદન 9.50 ટકા વધીને 1,96,05,831 યુનિટ થયું છે જે ગયા વર્ષે સમયગાળામાં 1,78,92,833 યુનિટ થયું હતું. સ્કૂટરનું ઉત્પાદન 51,13,161 યુનિટથી 14 ટકા વધીને 58,42,185 યુનિટ, મોટર સાયકલનું 1,23,79,726 યુનિટથી 7.50 ટકા વધીને 1,33,19,166 યુનિટ અને મોપેડનું ઉત્પાદન 3,99,946 યુનિટથી 11 ટકા વધીને 4,44,480 યુનિટ થયું છે.