• રવિવાર, 28 એપ્રિલ, 2024

મુંબઈથી ગાંધીધામ, ભુજ અને ભાવનગર જતી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનોને હવે 28 જૂન સુધી દોડાવવામાં આવશે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા તથા તહેવારની સિઝન દરમિયાન એમની માગને પહોંચી વળવા માટે શરૂ કરેલી 7 જોડી સ્પેશિયલ ટ્રેનોની સર્વિસને વધારવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસથી ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જે પહેલા 29 માર્ચ સુધી દોડાવવાની હતી. જે હવે 28 જૂન 2024 સુધી દોડાવવામાં આવશે. પ્રમાણે ટ્રેન નંબર 09208 ભાવનગર-બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જે 28 માર્ચ સુધી દોડાવવાની હતી. એને 27 જૂન 2024 સુધી દોડાવવામાં આવશે. ટ્રેન ક્રમાંક 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન જે 28 માર્ચ સુધી હતી. તે હવે 27 જૂન 2024 સુધી દોડાવવામાં આવશે. પ્રમાણે ટ્રેન ક્રમાંક 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન જે પહેલા 28 માર્ચ સુધી દોડાવવાની હતી. હવે 27 જૂન 2024 સુધી દોડાવવામાં આવશે. 

ગુજરાતમાં દોડતી ભુજ-ગાંધીનગર અને ગાંધીનગર-ભુજ ટ્રેન, ભાવનગર-ગાંધીધામ અને ગાંધીધામ-ભાવનગર, ભાવનગર-ઢોલા અને ઢોલા-ભાવનગર, ગાંધીગ્રામ-બોટાદ અને બોટાદ-ગાંધીગ્રામ તેમ બોટાદ-ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રા-બોટાદ જેવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને હવે 30 જૂન સુધી દોડાવવામાં આવશે. તમામ  સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ 28મી માર્ચથી શરૂ કરવામાં આવશે.