• રવિવાર, 28 એપ્રિલ, 2024

વિકલાંગો ફૂટપાથ પર સરળતાથી ચાલી શકે તેનું કામ ચાલુ છે : બીએમસી  

મુંબઈ, તા. 28 : શું સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓને અમલ કરવો જોઈએ અને તેમને છાજલી પર રાખવા જોઈએ? બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે આવો સવાલ કર્યો હતો. વિકલાંગ વ્યક્તિઓના અધિકાર 2016 હેઠળ ફરજિયાત રાજ્ય સલાહકાર બોર્ડ દ્વારા યોજાયેલી બેઠકોના અભાવ અંગે હાઈ કોર્ટે સવાલ કર્યો હતો. મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) હાઈ કોર્ટને જાણ કરી હતી કે, તેમના અધિકાર ક્ષેત્રમાંના હાલના બોલાર્ડઝ બીકેસી ખાતેથી દૂર કરવામાં આવશે જ્યાંથી દરરોજ લગભગ 4.5 લાખ લોકો અવરજવર કરે છે. બીએમસીએ પણ જણાવ્યું હતું કે, મુંબઈના ફૂટપાથ પર વિકલાંગો સરળતાથી ચાલી શકે તે માટેનું કામ ચાલુ છે.

ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચ વ્હીલચૅરનો ઉપયોગ કરતી વ્યક્તિઓ માટે સુગમતા પર સુઓ મોટો જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી હતી.હાઈ કોર્ટે શિવાજી પાર્કના રહેવાસી કરણ શાહ (25)નો -મેઇલ પીઆઈએલમાં ફેરવ્યો હતો અને ઍડવોકેટ જમશેદ મિત્રીને એમિક્સ ક્યુરી (કોર્ટના મિત્ર) તરીકે નીમ્યા હતા, જેથી ઉકેલો શોધવામાં અને રૂપરેખા ઘડવામાં મદદ મળી શકે. કરણ શાહ જન્મથી વ્હીલચૅરનો ઉપયોગ કરતા આવ્યા છે.

એમએમઆરડીએના વકીલ અક્ષય શિંદેએ સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઘણા બધા બોલાર્ડઝ દૂર કરવામાં આવ્યા છે અને વ્હીલચૅરની હેરફેર માટે રેમ્પ પ્રદાન કરવાના કાર્યમાં થોડા મહિના લાગી શકે છે. બીએમસી વતીથી ભૂતપૂર્વ એએસજી અનિલ સિંઘે જણાવ્યું હતું કે, તેમણે ગયા મે મહિનામાં એક સર્વવ્યાપી ફૂટપાથ નીતિ બનાવી છે. હાઈ કોર્ટે બીએમસી પાસેથી ભારતમાં સાર્વત્રિક એક સેલિબિલીટી 2021, કેન્દ્રની નીતિ માટે સુમેળપૂર્ણ માર્ગદર્શિકા અને ધોરણો પર વિગતો માગી હતી.હાઈ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, તે વિકલાંગો માટે બસ સ્ટૉપ પર વધુ સારી સુલભતા માટેની અરજી પીઆઈએલ તરીકે સાંભળશે.