• શનિવાર, 13 એપ્રિલ, 2024

જરાંગે પાટીલનો `હીઝ માસ્ટર્સ વૉઈસ' કોણ?  

મરાઠા અનામતનો વિવાદ મહારાષ્ટ્રમાં ગંભીર છે. મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે કરેલાં વિવાદાસ્પદ વક્તવ્યોને લઈ રાજ્યના રાજકીય વાતાવરણમાં પણ ઉશ્કેરાટ આવ્યો છે. મનોજ જરાંગેના વિરોધમાં શાસકોએ આક્રમક ભૂમિકા લીધી છે. મનોજ જરાંગેને કોનું પીઠબળ છે? તેની તપાસ કરો એવી માગણી જોર પકડી રહી હતી. વિધાનમંડળના બજેટ સત્રના બીજા દિવસે ભાજપના નેતા આશિષ શેલારે પ્રશ્ન સભાગૃહમાં ઉપસ્થિત કર્યો અને સભાગૃહમાં સભ્યો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. પછી વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે પ્રકરણની `િસટ' દ્વારા તપાસ કરવામાં આવે એવી ઘોષણા કરી હતી.

દરમિયાન મરાઠા આંદોલનથી થયેલા નુકસાન બાબત માહિતી ભેગી કરવાનો આદેશ પણ શાસન દ્વારા આપવામાં આવ્યો છે. મરાઠવાડાના બધા જિલ્લાઓમાં સંદર્ભમાં માહિતી સંકલિત કરવામાં આવનાર છે. નુકસાનની ભરપાઈ પણ સંબંધિત લોકો પાસેથી વસૂલાવાની શક્યતા છે. એક બાજુ મરાઠા નેતા મનોજ જરાંગેએ આંદોલનમાં નોંધવામાં આવેલા ગુના પાછા ખેંચવાની માગણી કરી છે, તો બીજી બાજુ શાસન કાર્યવાહીની સૂચના આપી રહી છે એવું ચિત્ર છે.

મનોજ જરાંગેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગાળગલોચ કરતા ગંભીર આક્ષેપ કર્યા છે. તેમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર સુધ્ધાં આક્ષેપો કર્યા છે. જરાંગેની ભૂમિકાને લઈ શાસક નેતાઓ નારાજ થયા હતા. લોકોમાં એવી છાપ ઊભી થઈ હતી કે સરકાર જરાંગે સામે નિ:સહાય બની ગઈ છે. તેથી સરકાર હવે આકરું વલણ લેવા માટે સજ્જ થયાનું જણાય છે.

જરાંગે પાટીલ તો `હીઝ માસ્ટર્સ વૉઈસ' છે એમનો દોરીસંચાર કરનારા બીજા છે, એવી શંકા લોકોમાં પણ દૃઢ બની હતી. જરાંગે પાટીલના નિકટના એક સાથીદારે જરાંગે પાટીલ મરાઠાના બની બેઠેલા નેતા અને બીજાઓ સાથે મળીને સરકાર વિરુદ્ધ શું ષડ્યંત્ર રચ્યું હતું તેનો પર્દાફાશ કરવાની ઘોષણા કરી છે. હવે બધા વચ્ચે સરકાર દ્વારા `િસટ' દ્વારા જરાંગે પાટીલ પાછળના `છૂપા હાથ'ની તપાસ કરવામાં આવશે તેના અહેવાલની રાહ જોવી રહી.

10 ટકા અનામત આપ્યા બદલ મનોજ જરાંગેએ સરકારને ધન્યવાદ આપવાના બદલે બીજી માગણીઓને લઈ આંદોલન ચાલુ રાખ્યું છે. તેથી એવી છાપ ઊભી થઈ છે કે આવી રીતે એક પછી એક આંદોલન ચાલુ રહ્યા તો મહારાષ્ટ્રની કાયદો-વ્યવસ્થા સ્થિતિ માટે પ્રશ્ન ઊભો થઈ શકે છે. તેને લઈને `િસટ' અને નુકસાની ભરપાઈ માટે સરકારે લીધેલા નિર્ણય આવકારપાત્ર છે.

આશ્ચર્યની વાત છે કે જે જરાંગે મરાઠા અનામત જાહેર કર્યા પછી પણ આજે ફડણવીસ-શિંદે-પવારને આરોપીના પિંજરામાં ઊભા કરે છે, જરાંગે મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે કયાં ભરાઈને સંતાઈને બેઠા હતા? જેમના કાળમાં મરાઠા અનામત માટે નક્કર એવું કંઈ બન્યું નથી એવા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના વિરુદ્ધમાં જરાંગે પાટીલ એક શબ્દ બોલતા નથી.

જરાંગે પાટીલ `મારા પર ગોળીઓ છોડો, મારો ભોગ લો' એવી આત્મઘાતકી ભાષા બોલી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસના વિરોધમાં તેઓએ કરેલી જાતીયવાદી અશ્લીલ ભાષા મહારાષ્ટ્રનું મસ્તક શરમથી ઝુકાવનારી છે. જરાંગેનું આંદલોન શા માટે શરૂ થયું? અને આજે આંદોલન ક્યાં જઈને અટક્યું છે? એનો વિચાર તમામ વિપક્ષ નેતાઓએ કરવો રહ્યો, કમનસીબે આવો વિચાર નથી. કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર જે કંઈ પગલાં લે તેને લોકોએ પણ સહકાર આપવો ઘટે. સરકાર `િસટ'ની તપાસ બને એટલી જલદી જાહેર કરે મહારાષ્ટ્રના હિતમાં રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ