ઈરાનની મોટી ધમકી
અમેરિકા કે ઈઝરાયલ નવેસરથી
આક્રમણ કરશે તો જોવા જેવી કરવાની ઈરાનની ધમકીથી ભારત માટે નવી ચિંતા
નવી દિલ્હી, તા. 24 : ઈરાને હવે અમેરિકાને વધુ ભયાનક ધમકી આપી દીધી છે. ઈરાનનાં સુપ્રીમ લીડર મુઝતબા ખામેનીનાં સલાહકારે કહ્યું છે કે, જો અમેરિકા કે ઈઝરાયલ ફરીથી હુમલો કરવાની હિંમત કરશે તો હવે મધ્યપૂર્વનાં યુદ્ધને હિંદ મહાસાગર સુધી વધારવામાં આવશે. ખામેનીનાં સલાહકાર રહીમ સફવીએ કહ્યું હતું કે, આ ઘર્ષણ ફારસની ખાડી અને હોર્મુઝ જળમાર્ગથી લાલ સાગર સુધી ફેલાઈ ગયું છે એટલે સંભવ છે કે, યુદ્ધ થાય તો મોરચો