ઇન્સ્યોરન્સ નિયામકનો ડ્રાફ્ટ વિલન બન્યો
એનએસઈ બંધ ભાવ રૂ. 1817,
અરજદારોનો ગેઇન શૅરે માત્ર 1.85 ટકા, કર્મચારીઓને દૈનિક હાઇએ 17 ટકાનો ફાયદો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : ગુરૂવાર બીએસઇમાં સપ્ટેમ્બર સેટલમેન્ટના દિવસ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી અૉથોરિટીના નિયમોમાં ફેરફાર કરતાં ડ્રાફટે વિલનનો રોલ અદા કર્યો હતો. તદુપરાંત ઊંચા બોન્ડ યીલ્ડ, ડૉલર ઇન્ડેક્સનો સુધારો, ક્રૂડતેલના ભાવની ચંચળતા અને બીએસઇમાં એફઍન્ડઓની માસિક એક્સપાયરીએ બળતામાં ઘી હોમ્યું હતું. ગુરૂવારનો દૈનિક ઘટાડો 11મી જૂન 2026 પછીનો સૈથી મોટો ઘટાડો....