• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

દુલિપ ટ્રૉફી ફાઇનલમાં ઇશાનની અણનમ સદીથી

નોર્થ વિરુદ્ધ ઈસ્ટ ઝોનના 4 વિકેટે 385 રન 

વૈભવ 44 રને આઉટ અને નોર્થના કૅપ્ટન તિલક સાથે સ્લેજિંગથી ચર્ચામાં

ચેન્નાઇ તા.6 : નોર્થ ઝોન વિરૂધ્ધના દુલિપ ટ્રોફી ફાઇનલમાં કેપ્ટન ઇશાન કિશનની અણનમ સદીની મદદથી ઇસ્ટ ઝોને 4 વિકેટે 385 રન કરી તેની સ્થિતિ મજબૂત કરી છે. પહેલા દિવસની રમતના અંતે ઇશાન કિશન કેપ્ટન ઈનિંગ રમીને 135 દડામાં 14 ચોક્કા-1 છક્કાથી 111 રને અને કુમાર કુશાગ્ર 75 દડામાં 4 ચોક્કા-પ છક્કાથી 63 રને નોટઆઉટ રહ્યા.....